મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારના લગ્ન પ્રસ્તાવને નકારવા બદલ એક મહિલાની હત્યા કરવા બદલ દોષિત ઠરેલા પુરુષની સજા વહેલી માફી અને મુક્તિનો ઇનકાર કરવાના નિર્ણયને સમર્થન આપી નોંધ્યું છે કે હત્યાહિંસા અને ક્રૂરતા સાથે કરવામાં આવી હતી.20 જુલાઈના આદેશમાં ન્યાયમૂર્તિ સારંગ કોટવાલ અને ન્યાયમૂર્તિ આશિષ ચવ્હાણની ખંડપીઠે નોંધ્યું હતું કે અજય કિસન ડુંગરશીએ નક્કી કરવામાં આવેલી 26 વર્ષની કેદની સજા ભોગવવી જ પડશે. આ ગુનો હિંસા અને ક્રૂરતા સાથે આચરવામાં આવ્યો છે.
અરજદારે અમુક દોષિતોને વહેલી માફીની મંજૂરી આપતી શ્રેણી હેઠળ તેને મૂકવાનો ઇનકાર કરતા મહારાષ્ટ્ર સરકારના સપ્ટેમ્બર 2025ના આદેશને પડકાર્યો હતો. ડુંગરશીએ દાવો કર્યો હતો કે માફી સહિતની તેની સજા 22 વર્ષ સુધી રાખવી જોઈએ અને વહેલી મુક્તિની માંગ કરી હતી.સરકારે તેમને 2(સી) કેટેગરી હેઠળ મૂક્યા હતા. એ અનુસાર જો ગુનો અસાધારણ હિંસા અને/અથવા ક્રૂરતા સાથે કરવામાં આવ્યો હોય અથવા પીડિતનું બળી જવાથી મૃત્યુ થયું હોય તો માફી સહિતની કેદની મુદત 26 વર્ષ છે.
ફરિયાદ પક્ષના કહેવા અનુસાર મહિલાએ લગ્ન કરવાની ના પાડી હોવાથી ડુંગરશીએ તેની હત્યા કરી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે પીડિતાના શરીર પર છરાના ઘણા ઊંડા ઘા હતા અને તેથી અરજદારનો કેસ યોગ્ય રીતે ઠરાવની 2(સી) કેટેગરી હેઠળ આવે છે. (પીટીઆઈ)