હાલમાં મધ્ય પૂર્વમાં વધી રહેલાં રાજકીય તણાવ અને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતના અહેવાલોએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ વૈશ્વિક ગરમાવો હવે મનોરંજન જગત સુધી પહોંચ્યો છે. અનેક બોલીવૂડ સેલેબ્સ યુદ્ધના કારણે દુબઈ સહિત વિવિધ જગ્યાએ ફસાઈ ગયા છે. પરંતુ શું તમને ખબર છે કે બોલીવૂડના કેટલાક સેલેબ્સ છે કે જેમનું ઈરાન સાથે ખાસ કનેક્શન છે? ચોક્કસ જ અહીં જણાવવામાં આવેલા કેટલાક નામ વાંચીને તમને આંચકો લાગશે. ચાલો તમને આજે આ સ્ટોરીમાં જણાવીએ...
એલનાઝ નૌરોજી
ઈરાનમાં જન્મેલી એલનાઝ છેલ્લા 9 વર્ષથી બોલીવૂડમાં સક્રિય છે. નેટફ્લિક્સની સુપરહિટ સિરીઝ સેક્રેડ ગેમ્સ'થી તેને નેમ અને ફેમ બંને મળ્યા હતા. હાલમાં ઈરાનની રાજકીય સ્થિતિ પર તેણે ખુલીને પોતાનો પક્ષ રાખ્યો છે, જેના કારણે તે ટ્રેન્ડિંગમાં છે.
મંદાના કરીમી
ઈરાની મૂળની મંદાના કરીમીએ મોડલિંગથી કરિયરની શરૂઆત કરી અને 'ક્યા કૂલ હૈ હમ 3' જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. સલમાન ખાનના રિયાલિટી ટીવી શો 'બિગ બોસ'ના માધ્યમથી ઘરે-ઘરે જાણીતી બનેલી મંદાના હંમેશા ઈરાનમાં મહિલાઓના અધિકારો અને ત્યાંની કટ્ટરપંથી સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતી રહી છે.
સજ્જાદ ડેલાફ્રૂઝ
સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર ઝિંદા હૈ'માં ખતરનાક વિલન 'અબુ ઉસ્માન'નું પાત્ર ભજવનાર સજ્જાદ મૂળ ઈરાની એક્ટર છે. આ સિવાય તેણે 'સ્પેશિયલ ઓપ્સ' જેવી વેબ સિરીઝમાં પણ પોતાની દમદાર એક્ટિંગનો પરચો દર્શકોને આપ્યો છે. સજ્જાદની હિન્દી ભાષા પરની પકડ તેને અન્ય વિદેશી કલાકારો કરતા અલગ પાડે છે.
આગા
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગોલ્ડન પીરિયડ વિશે વાત કરીએ તો એમાં કલાકાર આગાનું નામ ના આવે એવું તો કઈ રીતે થાય. આગા પણ ઈરાની મૂળના હતા. તેમના પિતા ઈરાનથી પુણે આવીને વસ્યા હતા. આગાએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને ખાસ કરીને ફિલ્મ 'શોલે'ના ફેમસ ગીત 'મહબૂબા મહબૂબા' માં તેમના કામ માટે આજે પણ યાદ કરવામાં આવે છે.
જોન અબ્રાહમ
બોલીવૂડના હેન્ડસમ હંક જોન અબ્રાહમનો પણ ઈરાન સાથે ખાન કનેક્શન છે. ભલે તેનો જન્મ મુંબઈમાં થયો હોય પણ તેની રગોમાં ઈરાની લોહી દોડે છે. જોનની માતા ઈરાની ઝોરાષ્ટ્રીયન હતા જ્યારે તેના પિતા કેરલના મલયાલી સીરિયન ક્રિશ્ચન હતા. જોન અવાનવાર તેની બહુ સાંસ્કૃતિક ઓળખનો પરિચન આપતા રહે છે.
અરુણા ઈરાની
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અદાકારા અરુણા ઈરાનીનો ઈરાન સાથે સીધેસીધો સંબંધ તેમના પૈતૃક મૂળ સાથે જોડાયેલા છે. તેમના પિતા ફરેદુન ઈરાની મૂળ ઈરાની હતા જ્યારે તેમના માતા સગુના એક હિંદુ પરિવારમાંથી આવતા હતા. એક્ટ્રેસના પિતા એક ડ્રામા કંપની ચલાવતા હતા. અરુણા ઈરાનીએ પોતાની દમદાર એક્ટિંગથી આજે પણ દર્શકોના દિલો પર રાજ કરે છે.
બોમન ઈરાની
બોમન ઈરાનીનો જન્મ પણ મુંબઈના ઈરાની ઝોરોસ્ટ્રિયન પરિવારમાં થયો હતો.પરિવારમાં પણ પારસી લોહી છે. તેના દાદા રજની પટેલ એક જાણીતા બેરિસ્ટર હતા, અને અમીષાના પરિવારમાં પારસી અને ઈરાની રિવાજોની અસર જોવા મળે છે.