મુંબઈઃ બોલીવુડની બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ એક્ટ્રેસ બિપાશા બાસુ પતિ કરણસિંહ સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બન્નેના લગ્ન 2016માં થયા હતા. બિપાશા અને કરણસિંહના લગ્નને 10 વર્ષ પૂરા થયા છે. 10મી મેરેજ એનિવર્સરીને સેલિબ્રેટ કરવા તે દીકરી સાથે વિદેશ ગઈ છે. હાલમાં કરણસિંહ અને બિપાશા વિદેશમાં એન્જોય કરી રહ્યા છે. રોમેન્ટિક વેકેશનના ફોટો બિપાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. બિપાશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. સમયાંતરે તે પોતાની અપડેટ શેર કરતી રહે છે.
બિપાશાનો ફેમિલી ટાઈમ
ફેન્સે પણ આ ફોટો પર દમદાર પ્રતિક્રિયા આપી છે. એક ફોટોમાં બિપાશા મોનોકનીમાં પૂલમાં પતિ અને દીકરી દેવી સાથે એન્જોય કરતી જોવા મળી છે. કપલનો વેકેશન મૂડ એમના ફેસ પર સ્પષ્ટપણે જોઈ શકાય છે. પૂલમાં પાણી ઉડાવતો ફોટો જોઈને એક ફેન્સે સુપર્બ ક્લિક એવી કમેન્ટ પણ કરી હતી. પ્રિન્ટેડ મોનોકનીમાં એનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. આ ફોટોએ ફેન્સનું દિલ જીતી લીધું હતું. બિપાશાએ ડાર્ક શેડેડ લીપસ્ટિક લગાવીને પોતાનો બીચલૂક આપ્યો છે, જ્યારે પુલમાં પણ સનગ્લાસ પહેરીને તે ઊતરી હતી. કપલની સિંઝલિંગ કેમેસ્ટ્રી ફોટોમાં જોવા મળી હતી. વાયરલ ફોટોમાં લોંગ ગાઉન સાથે તે દીકરી દેવી સાથે બેલ વગાડી રહી છે.

ફિલ્મોમાં આવશે કે નહીં?
બિપાશાએ આ વેકેશન પરિવાર સાથે માણીને દરેક ક્ષણને યાદગાર બનાવી હતી. ફેન્સ સાથે પણ ફોટો શેર કરીને ફેન્સને અપડેટ આપી હતી. બિપાશા સમય મળે ત્યારે પરિવાર સાથે આવી નાની-મોટી ટ્રીપ કરે છે. દેવીના આગમન બાદ ફેમિલી ટાઈમને સારી રીતે મેનેજ કરી રહી છે, જ્યારે કરણસિંહના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો કરણે છેલ્લે ફાઈટર નામની ફિલ્મ કરી હતી, જેમાં તે રિતિક રોશન સાથે કો-સ્ટાર તરીકે રહ્યો હતો.

બિપાશા સાથે લગ્નને ભલે 10 વર્ષ થઈ ગયા હોય પણ બન્ને વચ્ચેની કેમેસ્ટ્રીથી આજે પણ બોલીવુડના બેસ્ટ કપલ તરીકે તે આવે છે. બિપાશાની ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો બિપાશા છેલ્લા કેટલાક સમયથી ફિલ્મી પ્રોજેક્ટથી દૂર થઈ છે. હવે તે ફિલ્મોમાં આવશે કે નહીં એ અંગે એક્ટ્રેસે હજુ સુધી કોઈ ચોખવટ કરી નથી.