મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી બિપાશા બાસુ હાલમાં જ પોતાના એક ન્યુટ્રિશન પ્રોડક્ટથી જોડાયેલી ફૂડ સેફટીની સમસ્યા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો, જેમાં તેણે દાવો કર્યો છે કે તેને એક પ્રોડક્ટની અંદર નાના-નાના જીવજંતુઓ મળ્યા હતા.
તેણે આ વીડિયોમાં મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેને પણ ટેગ કર્યા હતા અને તેમને અપીલ કરી છે કે આ રીતેની ભેળસેળના મામલામાં તે મદદ કરે. અભિનેત્રીએ તુકારામ મુંઢે પાસે ભેળસેળયુક્ત અને ખરાબ પ્રોડક્ટ્સ વિરુદ્ધ કડક પગલાં ઉઠાવવાની માગ કરી છે. આ પહેલા શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડર કરાયેલા ડ્રિન્કમાંથી એક કોક્રોચ નીકળ્યો હતો અને તેણે પણ મહારાષ્ટ્રના એફડીએ કમિશનરને આ બેદરકારી પર કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી.
ન્યુટ્રિશિન પ્રોડક્ટમાં મળ્યા જીવજંતુ
વીડિયોમાં બિપાશા બાસુએ કન્ટેનરની અંદરની વસ્તુને ઝૂમ કરીને બતાવ્યું અને લખ્યું હતું કે આ નાના નાના જીવજંતુઓ છે. વીડિયોમાં બિપાશાને એ કહેતા સાંભળી શકાય છે કે, 'આ ન્યુટ્રિશિન પ્રોડક્ટમાં જીવજંતુઓ ભર્યાં પડ્યા છે, ખૂબ નાના નાના જીવજંતુઓ. અમે જે નવો ડબ્બો ખોલ્યો છે તે જીવજંતુથી ભરેલો છે.' આ કલીપ સાથે બિપાશાએ તુકારામ મુંઢેને ટેગ કર્યા અને લખ્યું, તમે જ અમારી હવે છેલ્લી આશા છો, જેથી અમે જે પણ ખરીદીએ તેમાં અમને ભેળસેળયુકત કે ખરાબ સમાન ન મળે.'
'જીસ્મ' ફિલ્મ સાઈન કરવા ચેતવણી મળી
અભિનેત્રી બિપાશા બાસુએ એક ઇન્ટરવ્યૂની વાતચીતમાં કહ્યું કે જયારે તેમણે 'જીસ્મ' સાઈન કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેને ખબર હતી કે તે કેટલું મોટું રિસ્ક લઇ રહી છે. એક્ટ્રેસે કહ્યું કે તે સમયે ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકોએ તેને આ ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી કારણકે બોલ્ડ સીન કરવા તેની કારકિર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ વાતચીતમાં બિપાશાએ દીકરી દેવીના જન્મ બાદ વધેલા વજનને લઈને થયેલી ટ્રોલિંગ પર પણ વાત કરી હતી.
બિપાશા બાસુનો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી બિપાશાએ ક્યારેય કોઈ ફિલ્મની જાહેરાત કરી નથી. હાલના વર્ષોમાં લાઈમલાઈટથી દૂર રહેલી આ એક્ટ્રેસ છેલ્લી વાર 2020ની વેબ સિરીઝ 'ડેન્જરસ'માં જોવા મળી હતી. તેમના ચાહકો મોટા પડદે તેના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.