Tue Sep 15 2026

Logo

ભિવંડીમાં સગીરાનો વિનયભંગ કરવા  પ્રકરણે સિનિયર સિટિઝનની ધરપકડ

2026-09-01 16:39:05
Author: Yogesh D. Patel
ભિવંડીમાં સગીરાનો વિનયભંગ કરવા  પ્રકરણે સિનિયર સિટિઝનની ધરપકડ

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં 14 વર્ષની સગીરાનો વિનયભંગ કરવા અને અશ્ર્લીલ ટિપ્પણી કરવા બદલ પડોશમાં રહેતા સિનિયર સિટિઝનની ધરપકડ કરવામાં આવી હતી.

સગીરાની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડી પોલીસે ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
62 વર્ષનો આરોપી પાવરલૂમ યુનિટમાં કામ કરે છે અને તાવરે વાડી વિસ્તારમાં આવેલી ચાલમાં સગીરાની પડોશમાં રહે છે. 

સગીરાની માતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેની પુત્રી રવિવારે રાતે ચાલની નજીક ખુલ્લી જગ્યામાં શ્ર્વાનને ખાવાનું આપી રહી હતી ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો અને તેનો વિનયભંગ કર્યો હતો. ઉપરાંત સગીરા અંગે અશ્ર્લીલ ટિપ્પણી કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

(પીટીઆઇ)