Wed May 13 2026

Logo

શ્રીલંકાથી ભારત સુધી દરિયો તરીને પાર કરનારું પ્રથમ કપલ: બેંગલુરુના ટેક કપલે રચ્યો ઈતિહાસ!

2026-05-12 12:48:00
Author: Savan Zalariya
Article Image

બેંગલુરુ સ્થિત આઇટી પ્રોફેશનલ્સ દાનિશ અબ્દી અને વૃષાલી પ્રસાદે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કપલ દરિયાઈ પાણીમાં તરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યું, આ સાથે આવું કરનારું આ પ્રથમ કપલ બન્યું છે.  

અહેવાલ મુજબ કપલે 7 મેના રોજ લગભગ 32 કિલોમીટરની પાલ્ક સ્ટ્રેટ પાર કરીને શ્રીલંકાથી ભારત પહોંચ્યું. કપલે શ્રીલંકાના તલાઈમન્નારથી સવારે 4:30 વાગ્યે દરિયામાં ડૂબકી લગાવી હતી, ત્યાર બાદ સતત 10 કલાક અને 45 મિનિટ સુધી તરીને બપોરે લગભગ 3:15 વાગ્યે તમિલનાડુના ધનુષકોડી પહોંચ્યા.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં જોવા મળે છે કે કપલ દરમીયાનાં તોફાની મોજાઓ, ફૂંકતા ભારે પવનો અને સમુદ્રી કરંટ સામે સામનો કરતા આગળ વધી રહ્યા છે. 

એક વિડીયો ક્લિપમાં આબ્દી સૂર્યોદય પહેલા પાણીમાં ડૂબકી મારવાની તૈયારી કરતો જોવા મળે છે, અન્ય કેટલીક વિડીયો ક્લિપમાં કપલ ઉછળતા સમુદ્રમાં તરતું જોવા મળે છે અને અંતે ભારતીય જમીન પર પહોંચે છે.

નોંધનીય છે કે ક્રોસિંગ કડક સલામતી દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં એક સપોર્ટ બોટ, પેરામેડિક્સ અને ભારતીય કોસ્ટ ગાર્ડના કર્મચારીઓ સાથે રહ્યા હતા.

સોશિયલ મીડિયા ભરપુર વખાણ:
સોશિયલ મીડિયા પર દાનિશ અને વૃષાલીની આ સિદ્ધિના ભરપુર વખાણ થઇ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કપલની ઈચ્છાશક્તિ, શિસ્ત અને ટીમવર્કના વખાણ કરી રહ્યા છે. દાનિશ અને વૃષાલીની આ સિદ્ધ એટલા માટે નોંધપાત્ર છે કારણ કે તેઓ બને પ્રોફેશનલ સ્વિમર નથી પણ સોફ્ટવેર એન્જિનિયર છે, બંને એ માત્ર ચાર વર્ષ પહેલાં જ ગંભીરતાથી સ્વિમિંગ શરૂ શરુ કર્યું હતું.


દાનિશ અને વૃષાલીએ તેમના આ સમગ્ર સફરનું ડોક્યુમેન્ટેશન કર્યું છે અને સોશિયલ મીડિયા પર વિડીયો શેર કર્યો છે. આ કપલનું આ સાહસ સ્પોર્ટ્સ એન્થુઝીઆસ્ટને પ્રેરણા આપે એવું છે.