Thu Sep 17 2026

Logo

દિલ્હી કૅપિટલ્સનો બેન ડકેટ આઇપીએલમાંથી નીકળી ગયો, બે વર્ષનો પ્રતિબંધ મુકાશે

2026-03-24 19:59:20
Author: Ajay Motiwala
દિલ્હી કૅપિટલ્સનો બેન ડકેટ આઇપીએલમાંથી નીકળી ગયો, બે વર્ષનો પ્રતિબંધ મુકાશે

નવી દિલ્હી: ઇંગ્લૅન્ડનો ઓપનર બેન ડકેટ (Ben Duckett) આઇપીએલ-2026માંથી નીકળી ગયો છે જેને પગલે તેના પર બીસીસીઆઇના નિયમ મુજબ તેણે હવે (આઇપીએલમાં રમવા પરનો) બે વર્ષના પ્રતિબંધનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.

બેન ડકેટને દિલ્હી કૅપિટલ્સે (Delhi Capitals) આ સીઝન માટેની હરાજીમાં બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

તેણે કહ્યું છે કે તે પરિવાર સાથે સમય વીતાવવા માગે છે અને રેડ-બૉલ ક્રિકેટ પણ રમવા માગે છે.

અક્ષર પટેલ દિલ્હીની ટીમનો કૅપ્ટન છે અને ટીમના અન્ય બૅટ્સમેનોમાં વિકેટકીપર કે. એલ. રાહુલ, પૃથ્વી શૉ, નીતીશ રાણા, અભિષેક પોરેલ, પથુમ નિસાન્કા, ડેવિડ મિલર, કરુણ નાયર, સાહિલ પરખ, ટ્રિસ્ટેન સ્ટબ્સ, આશુતોષ શર્મા, સમીર રિઝવી વગેરેનો સમાવેશ છે.