મુંબઈઃ આગામી અઠવાડિયે બેંકિંગ કામકાજ પતાવવાનું વિચારી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના કેલેન્ડર અનુસાર, આ અઠવાડિયે અલગ-અલગ રાજ્યો અને તહેવારોને કારણે એસબીઆઈ, એચડીએફસી, પીએનબી અને એક્સિસ બેંક સહિતની ખાનગી અને સરકારી બેંકોમાં રજા રહેશે. જો તમે પણ બેંકનું કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં આ સમાચાર વાંચી લો...
જો તમારું પણ બેંકિંગ સંબંધિત કોઈ મોટું કામ બાકી હોય, તો આરબીઆઈ દ્વારા આપવામાં આવેલું આ બેંક હોલીડેનું લિસ્ટ જોઈને જ ઘરેથી નીકળજો, જેથી તમારો ધક્કો ન ખાવો પડે. રિઝર્વ બેંકના ઓફિશિયલ કેલેન્ડર અનુસાર, આગામી અઠવાડિયે દેશના જુદા જુદા ભાગોમાં રજાઓ આવી રહી છે, જેને કારણે બેંકોમાં રજા રહેશે.
- 25મી જૂનના મોહરમ હોવાને કારણે દેશભરના અનેક ભાગોમાં બેંકોમાં રજા રહેશે
- 26મી જૂનના નવી દિલ્હી, મુંબઈ, કોલકતા, ચેન્નઈ, બેંગ્લોર, હૈદરાબાદ, લખનઉ, કાનપુર, ભોપાલ, પટના, રાયપુર, રાંચી, નાગપુર, બેલાપુર, જમ્મુ, શ્રીનગર, અગરતલા સહિત બેંકો બંધ રહેશે
- 27મી જૂનના મહિનાનો ચોથો શનિવાર આવતો હોવાથી દેશભરની તમામ બેંકો નિયમ મુજબ બંધ રહેશે.
- 28મી જૂનના રવિવાર આવતો હોવાથી સતત બીજા દિવસે બેંકોમાં રજા રહેશે.
- 29મી જૂનના સોમવારે સંત ગુરુ કબીર જયંતી હોવાને કારણે શિમલામાં બેંકો બંધ રહેશે
- 30મી જૂનના રેમના ની નિમિત્તે આઈઝોલમાં બેંકોમાં રહેશે રહેશે.
આરબીઆઈ (RBI)ની ગાઈડલાઈન્સ અનુસાર, તમામ રાજ્યોમાં બેંક રજાઓ એકસાથે નથી હોતી. સ્થાનિક તહેવારો અને સાંસ્કૃતિક મહત્વના આધારે અલગ-અલગ રાજ્યોમાં રજાઓ નક્કી કરવામાં આવે છે.
આ અઠવાડિયે વિવિધ કારણોસર બેંકો બંધ રહેશે તો પણ ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ ઓનલાઈન સેવાઓ કાર્યરત રહેશે. રોકડ ઉપાડવા કે જમા કરવા માટે એટીએમ મશીનો હંમેશની જેમ ચાલુ રહેશે. આ ઉપરાંત ગ્રાહકો ગમે ત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, ફંડ ટ્રાન્સફર (UPI, NEFT, IMPS) અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરી શકશે.
તો મિત્રો, તમારા મહત્વના નાણાકીય વ્યવહારો અટકી ન પડે તે માટે આ રજાઓ પહેલાં જ પ્લાનિંગ કરી લેવું હિતાવહ છે. તમે તમારી નજીકની બેંક રજાઓની ચોક્કસ માહિતી માટે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પણ ચેક કરી શકો છો.