Wed Sep 09 2026

Logo

પાકિસ્તાનને પહેલી વખત હરાવ્યા પછી બાંગ્લાદેશી ખેલાડીઓની મેદાન પર સ્કૂટર-સવારી!

Mirpur   2026-05-13 12:20:00
Author: Ajay Motiwala
પાકિસ્તાનને પહેલી વખત હરાવ્યા પછી બાંગ્લાદેશી ખેલાડીઓની મેદાન પર સ્કૂટર-સવારી!

મીરપુર: બાંગ્લાદેશે મંગળવારે પોતાની જ ધરતી પર પાકિસ્તાનની ટીમને પહેલી વખત ટેસ્ટ મૅચમાં પરાજિત કરી ત્યાર બાદ બાંગ્લાદેશી ખેલાડી મોમિનુલ હકે સ્કૂટર (SCOOTER) પર સવાર થઈને આ જીત સેલિબ્રેટ કરી હતી.

મોમિનુલે (MOMINUL) પાછળ ટીમના પીઢ ખેલાડી અને ગાઢ મિત્ર મુશ્કિકુર રહીમને બેસાડ્યો હતો. બંનેએ મીરપુરના મેદાન પર સ્કૂટર રાઈડથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું અને પાકિસ્તાનના ખેલાડીઓને વધુ નિરાશામાં મૂકી દીધા હતા.

મંગળવારના પાંચમા દિવસે પાકિસ્તાનની ટીમ 268 રનના લક્ષ્યાંક સામે માત્ર 163 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશના 23 વર્ષીય ફાસ્ટ બોલર નાહિદ રાણાએ 40 રનમાં પાંચ વિકેટ લઈને પાકિસ્તાનની મહેનત પર પાણી ફેરવી દીધું હતું.

આ બે મૅચની ટેસ્ટ સિરીઝ છે અને બાંગ્લાદેશે 1-0થી અપરાજિત સરસાઈ મેળવી લીધી છે. બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ શેન્ટોએ પહેલા દાવમાં 101 રન અને બીજા દાવમાં 87 રન કર્યા હતા. તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.