Tue Sep 08 2026

Logo

બાન્દ્રાના ફૂટબોલ મેદાનનું આરક્ષણ બદલવા સામે વિરોધ

2026-08-06 20:27:45
Author: Sapna Desai
બાન્દ્રાના ફૂટબોલ મેદાનનું આરક્ષણ બદલવા સામે વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈમાં ખુલ્લી જગ્યા અને મેદાનો બહુ બચ્યાં નથી ત્યારે બાન્દ્રાના આંતરરાષ્ટ્રીય દરજ્જાના ફૂટબોલ મેદાનનું આરક્ષણ બદલવામાં આવવાનું છે, તેનેે લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે. તેની સામે મુંબઈ કૉંગ્રેસે પાલિકા કમિશનરની મુલાકાત લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

પાલિકાના કૉંગ્રેસના ગ્રૂપ લીડર અશરફ આઝમીના નેતૃત્વમાં ગુરુવારે પક્ષના તમામ નેતાઓએ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેની મુલાકાત લઈને તે સંદર્ભમાં એક નિવેદન રજૂ કર્યું હતું. તેમના કહેવા મુજબ બાન્દ્રાનું નેવિલ ડિસોઝા ફૂટબોલ મેદાનનું  રિઝર્વેશન રમતના મેદાન પરથી બદલીને તે પ્રદર્શન/સંમેલન કેન્દ્ર કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, તેની સામે કૉંગ્રેસનો વિરોધ છે. આ મેદાન ફકત જમીનનો ટુકડો નથી પણ મુંબઈના ફૂટબોલપ્રેમીઓ માટે એક મહત્ત્વનું સ્થાન છે. અહીં લગભગ ૪૦૦ યુવા કલબ અને ૩૦૦ સિનિયર ક્લબના માધ્યમથી દર વર્ષે ૮,૦૦૦થી ૧૦,૦૦૦ યુવા ફૂટબોલ પ્લેયરો પ્રેક્ટિસ કરે છે ત્યારે પાલિકા મેદાનનું આરક્ષણ બદલીને મેદાનનો કમર્શિયલ ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે એવો આક્ષેપ પણ કૉંગ્રેસે કર્યો હતો.