ઠંડા પીણાંના વેચાણ તેમ જ જાહેરખબર પર રોક, સ્કૂલ કેન્ટીન માટે લાઈસન્સ ફરજિયાત
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ રાજ્યમાં બાળકોમાં પૌષ્ટિક અને સલામત ખોરાકની આદતોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્કૂલ પરિસરની 50 મીટરની ત્રિજ્યામાં વધુ ચરબી, સાકર અથવા સોડિયમ (HFSS) ધરાવતા ખોરાક જેમ કે ચોકલેટ, વેફર/ચિપ્સ અને ઠંડા પીણાંના વેચાણ, પ્રદર્શન અને જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
બાળકોમાં હેલ્થી ખાવાની આદતોને પ્રોત્સાહન આપવા માટે સ્કૂલ પરિસરના ૫૦ મીટરની અંદરના વિસ્તારમાં વધુ ચરબી ધરાવતા, ખાંડ અથવા સોડિયમ (સૉલ્ટ) (એચએફએસએસ) વાળા ખોરાકના વેચાણ, પ્રદર્શન અને જાહેરાત પર મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે મુજબ હવેથી કેમ્પસમાં ચોકલેટ, વેફર અને ઠંડા પીણાં જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ પર પ્રતિબંધ રહેશે.
ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) મહારાષ્ટ્રના કમિશનર તુકારામ મુંઢેએ બુધવારે ક્યું હતું કે આદેશ રાજ્યભરમાં સખતાઈપૂર્વક લાગુ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું હતું કે સ્કૂલોમાં કેન્ટીન ચલાવનારા એટલે કે સ્કૂલ કિચન ઓપરેટર અને ફૂડ સપ્લાયરોને ફૂડ ઍન્ડ સેફટી રેગ્યુલેશન ઍક્ટ હેઠળ લાઈસન્સ રાખવાનું ફરજિયાત રહેશે.
રાજ્યની તમામ શાળાઓને ૨૦૨૦ ના કેન્દ્રીય નિયમનનું વ્યાપક પાલન ન થવાનો હવાલો આપીને તેમણે સ્કૂલ પરિસર અને તેના ૫૦ મીટરના પરિસરમાં ચોકલેટ, ચિપ્સ અને ઠંડા પીણા જેવા બિનઆરોગ્યપ્રદ ખોરાકના વેચાણ તેના જાહેરખબર અને મફતમાં વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે અને આ નિયમનું સખતાઈપૂર્વક પાલન કરવા પર તેમણે ભાર આપ્યો હતો.
તુકારામ મુંઢેએ જણાવ્યું કે શાળાના ભોજન અંગેના નિયમો 2020માં રજૂ કરવામાં આવ્યા અને 2021થી લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બે કરડો વિદ્યાર્થીઓ સરકારી શાળામાં જાય છે તેમની શાળાઓને ફૂડના નિયમો લાગુ પડે છે. તેમને સારું અન્ન આપવું જરુરી છે. શાળાના બાળકોને પૌષ્ટિક અને સલામત ખોરાક મળે તે માટે નવી નીતિઓ લાવી રહી છે.
આ નિયમ રાજ્યની તમામ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓને લાગુ પડશે. હવે શાળાઓની કેન્ટિન, હોસ્ટેલ કે આંગણવાડીમાં ખોરાક પૂરો પાડનારા માટે અન્ન લાઈસન્સ લેવું ફરજિયાત રહેશે. લાઈસન્સ વિના કોઈ પણ વ્યક્તિ શાળા આંગણવાડી કે હોસ્ટેલમાં ખોરાક પૂરો પાડી શકશે નહીં.