નવી દિલ્હીઃ ભારતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આજે મતગણતરી ચાલી રહી છે. આમાંથી પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સૌની નજર છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે લીડમાં ચાલી રહી છે. તમિલનાડુમાં ટીવીકે જીતે છે તો આ વિજયની સૌથી મોટો રાજકીય ડેબ્યૂ કહેવાશે. પશ્ચિમ બંગાળમાં પરિવર્તન આવશે તેવું લાગી રહ્યું છે. જો કે, ખૂબ જ ચર્ચિત ભવાનીપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારી બે રાઉન્ડ બાદ પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે આ બેઠક પર મમતા 16000ની લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે. ચાલો બપોરના 12 વાગ્યા સુધીનો ટ્રેન્ડ જોઈએ...
પશ્ચિમ બંગાળમાં ભાજપ 173 બેઠકો પર આગળ
પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો, 293 બેઠકો પર મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવવા માટે 147 બેઠકો પર બહુમતી આવવી જરૂરી છે. આંકડાની વાત કરવામાં આવે તો, તૃણમુલ કોંગ્રેસ પાર્ટી 90 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી 173 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે બાકીની ચાર લોકલ પાર્ટીઓ એક એક બેઠક પર લીડમાં ચાલી રહી છે.
આસામમાં ભાજપની સત્તા કાયમ રહેશે
આસામ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો, આસામમાં કૂલ 126 બેઠકો છે, જેમા સરકાર બનાવવા માટે 64 બેઠકો જરૂરી છે. પરિણામની વાત કરવામાં આવે તો, અહીં ભારતીય જનતા પાર્ટી 98 બેઠકો પર આગળ ચાલી રહી છે. એટલે બહુમતી કરતા પણ 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસની વાત કરવામાં આવે તો, 24 બેઠકો પર લીડમાં ચાલે પુડુચેરીમાં ભાજપ સત્તામાં ફરી આવશે કે કેમ તે એક પ્રશ્ન છે. કારણ કે, 12 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કોંગ્રેસ 8 બેઠકો પર લીડમાં છે અને એક બેઠક જીતી પણ લીધી છે. જ્યારે ભાજપ માત્ર 2 બેઠકો પર લીડ કરી રહ્યું છે. અહી ડીએમકેએ એક બેઠક જીતી લીધી છે.
ટીવીકે તમિલનાડુમાં પરિવર્તન લાવવા તૈયાર
તમિલનાડુમાં આ વખતે સત્તા પરિવર્તન થઈ શકે છે. તમિલનાડુમાં કુલ 234 બેઠકો છે જેમાં બહુમતીનો આંકડો 117 છે. આમાં અત્યારે ટીવીકે 109 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ડીએમકે માત્ર 44 બેઠકો પર અને એઆઈડીએમકે 63 બેઠકો પર આગળ ચાલી રહી છે. આંકડા જોતા સુપરસ્ટાર વિજયની TVKને 109 બેઠકો પર લીડ મેળવીને DMK અને AIADMK ના ગઢ હચમચાવ્યા છે.
કેરલમમાં સત્તા પરિવર્તન થશે કે કેમ?
કેરલમની વાત કરવામાં આવે તો, અહીં પરિવર્તન થાય તેવું લાગતું નથી. આ સાથે કેરળમાં UDF 94 બેઠકો પર લીડમાં ચાલી રહી છે. સૂત્રો કહી રહ્યાં છે કે, UDF ફરી સત્તામાં આવી શકે છે. બપોર સુધીના ટ્રેન્ડ્સ મુજબ એલડીએફ 39 બેઠકો પર આગળ ચાલી રહી છે. અહીં ભાજપ માત્ર 3 બેઠકો પર જ આગળ ચાલે છે, એટલે કેરળમમાં ભાજપનું ખાતુ ખુલશે કે કેમ તે પણ એક શંકા છે.