Fri Aug 28 2026

Logo

કોહલીની એ ઈનિંગ્સ આજે પણ પાકિસ્તાન ભૂલી શકતું નથી, સિંગરે કોહલીની કરી નાખી પ્રશંસા

Karachi   2026-05-07 18:24:27
Author: Mumbai Samachar Team
કોહલીની એ ઈનિંગ્સ આજે પણ પાકિસ્તાન ભૂલી શકતું નથી, સિંગરે કોહલીની કરી નાખી પ્રશંસા

AFP


કરાંચીઃ ઈન્ડિયન ક્રિકેટર વિરાહ કોહલીએ અનેક એવી મેચમાં દમદાર પર્ફોમન્સ આપ્યું છે જેના પરથી દેશ પર ગર્વની લાગણી થાય. અનેક એવી મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમીને હરીફ ટીમને પરસેવો લેવડાવી દીધો છે. પાકિસ્તાન સિંગર આસિમ અઝહરે એની ઈનિંગ્સને યાદ કરીને કોહલીના વખાણ કર્યા છે. આસિમને એ કોહલીની એ ઈનિંગ્સ યાદ આવી જેને આજે પણ પાકિસ્તાન યાદ કરે તો ખુદ પર વિશ્વાસ નહીં કરી શકે. 

ભારત માટે આ અસંભવ જીત હતી
વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સિટીમાં રમાયેલી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં ભારતને એક અસંભવ જીત કોહલીએ અપાવી હતી. આ મેચમાં પાકિસ્તાનની સ્થિતિ મજબૂત હતી પણ વિરાટે બાજી સંભાળી લેતા મેચનું પાસુ પલટી ગયું હતું.દરેક ઓવરમાં ફોક્સ કરીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખ્યું આમ પોતાની ટીમને ન માત્ર જીત અપાવી પણ પાકિસ્તાનના પણ હોંશ ઉડાવી દીધા. આસિમ અઝહરે જણાવ્યું હતું કે, આ મેચ પૂરી થયા બાદ કોહલી સાથે મુલાકાત થઈ હતી. સિંગર અને કોહલીની તસવીર પાકિસ્તાનના ટીવી શૉ હસના મના હૈમાં પ્રસારિત કરવામાં આવી હતી. આને યાદ કરતા આસિમે કહ્યું કે, મને આઈડિયા ન હતો કે, એ રાત્રે કે બીજા દિવસે સવારે પાકિસ્તાન મેલબર્નમાં રમાનારી મેચીમાં ઈન્ડિયા સામે હારી ગયું. મેં આ મેચ લાઈવ જોયો હતો અને તમે લોકોએ ટીવી પર. 

Pakistani singer Asim Azhar & Virat Kohli

પાકિસ્તાનનું પલડું ભારે હતું
T20 ફોર્મેટની મેચ 3થી 3.30 કલાક સુધી ચાલે છે.આ મેચમાં પાકિસ્તાનનું પલડું ભારે હતું. જ્યારે તમારી આંખ સામે એવી ઘટના બને કે, એક વ્યક્તિ તમારી નજર સામે એકલો રહીને પરસેવા છોડાવી દે અને મેચ જીતી લે.એ ક્ષણ અદભૂત હતી. ખાસ વાતએ છે કે, જ્યારે હું મેચ પછી બીજા દિવસે સવારે કોહલીને મળ્યો ત્યારે કોહલીએ કહ્યું કે, મને પણ ખબર નથી કે, આ કેવી રીતે થઈ ગયું? હોસ્ટે કહ્યું કે, આ વિરાટની કમબેક ઈનિંગ્સ હતી. આસિમે સામે જવાબ આપ્યો કે, એ દરમિયાન અમારી જે વાતચીત થઈ એ દરમિયાન મને બિલકુલ એવું ન લાગ્યું કે, એવા કોઈ વ્યક્તિને મળ્યા બાદ દિમાગ બ્લેંક થઈ ગયું હોય. તમને જે વસ્તુ ગમે છે અને તે ક્ષેત્રના સુપરસ્ટારને તમે મળો છો તો એ ક્ષણ યાદગાર હોય છે. 

સોશિયલ મીડિયામાં ચર્ચા
વિરાટને પણ પાકિસ્તાનના બેટર બાબર આઝમની બેટિંગ પસંદ છે, જે ખરેખર મોટી વાત છે. આસિમ પાકિસ્તાનનો જાણીતો અને લોકપ્રિય સિંગર છે. થોડા સમય પહેલા તે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે ડેટ કરી રહ્યો છે એવા વાવડ વહેતા થયા હતા. આ પછી તેઓ લગ્ન કરવાના છે એવી વાત પણ સામે આવી હતી. પણ આ બધી વાત અફવા હોવાનું જાણવા મળ્યું હતું. પણ તસવીર પરથી કોહલી સાથેની એમની મુલાકાત સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચામાં છે.