નાગોયા: ભારતીય મહિલા ટીમે અહીં એશિયન ગેમ્સ ટી-20 ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશ (Bangladesh)ને 114 રન તોતિંગ તફાવતથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગોલ્ડ મેડલ ભારતીય ટીમના હાથવેંતમાં છે. શેફાલી વર્મા (Shefali Verma) સેમિ ફાઇનલની સુપરસ્ટાર ખેલાડી હતી.
બાંગ્લાદેશની ટીમ 196 રનના લક્ષ્યાંક સામે માત્ર 81 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ફાઇનલમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે.
ભારત વતી પેસ બોલર નંદની શર્માએ ત્રણ વિકેટ, સ્પિનર દીપ્તિ શર્માએ પણ ત્રણ વિકેટ તેમ જ બીજી સ્પિનર શ્રી ચરનીએ બે વિકેટ મેળવી હતી.

શેફાલીની ઇનિંગ્સના છેલ્લા બૉલે પ્રથમ સેન્ચુરી
એ પહેલાં, ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 196 રનનો લક્ષ્યાંક આપ્યો ત્યાર પછી બાંગ્લાદેશે નવ ઓવરમાં ફક્ત 48 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એ અગાઉ, ભારતની ઇનિંગ્સના છેલ્લા બૉલ પર શેફાલી વર્મા (100 અણનમ, 49 બૉલ નવ છગ્ગા, ત્રણ ચોગ્ગા)એ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં સેન્ચુરી પૂરી કરી હતી. બીજી ઓપનર સ્મૃતિ મંધાનાએ 37 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રન બનાવ્યા હતા.