Wed Sep 16 2026

Logo

અરુણાચલ પ્રદેશના સીએમ પરિવાર સાથે જોડાયેલી કંપનીઓના કોન્ટ્રાક્ટની સીબીઆઈ તપાસના આદેશ

2026-04-06 16:30:35
Author: Chandrakant Kanoja
અરુણાચલ પ્રદેશના સીએમ પરિવાર સાથે જોડાયેલી કંપનીઓના કોન્ટ્રાક્ટની સીબીઆઈ તપાસના આદેશ

Pema Khandu


નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સીબીઆઈને અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુના પરિવાર સાથે જોડાયેલી કંપનીઓને આપવામાં આવેલા સરકારી કોન્ટ્રાક્ટની બે અઠવાડિયામાં પ્રારંભિક તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ કેસમાં દાખલ કરાયેલી અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા 10 વર્ષમાં, સીએમ પેમા ખાંડુના પરિવાર સાથે જોડાયેલી ચાર કંપનીઓને આશરે ₹1,270 કરોડના સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા.

સીબીઆઈને 16 અઠવાડિયાની અંદર રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ

આ અંગે સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે  તપાસમાં 1 જાન્યુઆરી, 2015 થી 31 ડિસેમ્બર, 2025 વચ્ચે રાજ્યમાં આપવામાં આવેલા તમામ જાહેર કાર્યો, કોન્ટ્રાક્ટ અને વર્ક ઓર્ડરની સમીક્ષા કરવામાં આવશે. કોર્ટે સીબીઆઈને 16 અઠવાડિયાની અંદર સુપ્રીમ કોર્ટમાં આ મામલે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.  કોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ કેસની સુનાવણી દરમિયાન આ આદેશ અનામત રાખ્યો હતો.આ અંગે અરજદાર અનેજીઓ સેવ મોન રિજન ફેડરેશન અને વોલન્ટરી અરુણાચલ સેના વતી  વકીલ પ્રશાંત ભૂષણે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે  મુખ્યમંત્રીના પરિવાર સાથે જોડાયેલા  કાર્યોમાં કોન્ફલીટ ઓફ ઇન્ટરેસ્ટ જોવા મળે છે. 

 મુખ્યમંત્રીના પરિવારને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની કાનૂની ચકાસણી થશે

આ કેસમાં  મુખ્યમંત્રી પેમા ખાંડુ, તેમના પિતા દોરજી ખાંડુની બીજી પત્ની રિંચિન ડ્રિમા અને તેમના ભત્રીજા ત્સેરિંગ તાશીને પક્ષના પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યા છે. દોરજી ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા અને એપ્રિલ 2011 માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. આ  અરજીમાં વધુમાં જણાવાયું છે કે રિંચિન ડ્રિમાની કંપની, બ્રાન્ડ ઇગલ્સને અનેક સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. જે વિવાદીત અને પારિવરિક સબંધોને કારણે સવાલ ઉભા થયા છે. સુપ્રીમ કોર્ટના આ પગલાથી હવે રાજ્યમાં સરકારી કોન્ટ્રાક્ટમાં વધુ પારદર્શિતાનો માર્ગ મોકળો થશે  તેમજ મુખ્યમંત્રીના પરિવારને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટની કાનૂની ચકાસણી થશે.