Fri May 01 2026

Logo

એવોર્ડ ફંક્શનમાં ભારત માતા કી જયનો નારો લગાવીને ફસાયો અર્જુન રામપાસ, ગર્લફ્રેન્ડ ગ્રેબિએલે કહ્યું ખૂબ જ શરમજનક...

2026-03-26 20:58:25
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડ ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' હાલમાં બોક્સ ઓફિસ અને સોશિયલ મીડિયા બંને પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મના નાના નાના પાત્રો પણ ખૂબ જ ઊંડી છાપ દર્શકોના મન પર છોડી ગયા છે. બોલીવૂડ એક્ટર અર્જુન રામપાલે મેજર ઈકબાલનો રોલ ફિલ્મ ધુરંધર ટુમાં કર્યો છે, પરંતુ અર્જુન હાલમાં પોતે આપેલા એક નિવેદનને કારણે ચર્ચામાં છે. એક એવોર્ડ શોમાં અર્જુન રામપાલ દ્વારા આપવામાં આવેલા 'ભારત માતા કી જય' ના નારા પર લેખિકા શોભા ડે એ સવાલ ઉઠાવતા સોશિયલ મીડિયા પર આ મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે આ મામલે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિએલા ડેમેટ્રિયાડેસે કમેન્ટ કરી છે. 

હાલમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં એક્ટર અર્જુન રામપાલે પોતાની સ્પીચ પૂરી થયા બાદ 'ભારત માતા કી જય'નો નારો લગાવ્યો હતો. આ મામલે જાણીતા લેખિકા શોભા ડેએ એક લેખ લખ્યો, જેનું ટાઈટલ હતું કે અર્જુન રામપાલનું 'ભારત માતા કી જય' કહેવું દર્શકો અને ફેન્સ માટે ચિંતાનો વિષય કેમ હોવો જોઈએ? તેણે આ ફેરફારને રાજકીય દિશા-નિર્દેશો સાથે જોડીને જોયો છે. ગલે અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડે ગ્રેબિએલાએ ટિપ્પણી કરી છે. 

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડસે સોશિયલ મીડિયા પર શોભા ડેની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. એટલું જ નહીં તેણે આ આર્ટિકલની આકરા શબ્દોમાં ટીકા કરી છે. ગ્રેબિએલાએ શોભા ડેની વાતોને ખૂબ જ શરમજનક ગણાવી છે અને અર્જુનના અભિનય તેમજ તેની દેશભક્તિના સમર્થનમાં પોસ્ટ શેર કરી છે. આ કમેન્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે તમે પણ ના જોઈએ હોય તો અત્યારે જ જોઈ લો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ એવોર્ડ ફંક્શનમાં અર્જુન રામપાલે 26/11ના મુંબઈ આતંકી હુમલાનો પોતાનો આંખે જોયો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે એ દિવસે હું મારા મિત્રો સાથે મારો બર્થડે સેલિબ્રેટ કરવા માટે તાજ હોટેલ જ જઈ રહ્યો હતો. એ દિવસની ભયાનકતા મેં મારી આંખે જોઈ છે અને તે ક્યારેય ભૂલી શકાય એમ નથી. 

અર્જુન રામપાલે ફિલ્મ ધુરંધરની શૂટિંગ દરમિયાનનો અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે 'ધુરંધર'માં પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટનું પાત્ર ભજવવું તેના માટે મુશ્કેલ હતું. આતંકીઓ સાથેના સીન શૂટ કર્યા પછી તે સેટ પર રડી પડ્યો હતો. અર્જુને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે જ્યારે આદિત્ય ધરે તેને સ્ક્રિપ્ટ સંભળાવી, ત્યારે તેને લાગ્યું કે આ ફિલ્મ દ્વારા તે 26/11ના એ દર્દનો 'વ્યક્તિગત બદલો' લઈ રહ્યો છે. આ વાતો પૂરી કરતા તેણે ગર્વથી 'ભારત માતા કી જય' કહ્યું હતું.