Tue Jun 30 2026

Logo

વિરાટ અને અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર કેમ થઈ ટ્રોલ, યુઝરે કરી ચોંકાવનારી કમેન્ટ

2026-06-30 22:20:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ વિરાટ કોહલી અને અનુષ્કા જ્યારે પણ કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળે છે ત્યારે ફેન્સ દિલ ખોલીને એ પોસ્ટ પર કોમેન્ટ કરતા હોય છે. પણ તાજેતરમાં સામે આવેલી એક તસીવરને જોઈને ફેન્સ જાદુઈ તસવીરનું ટેગ આપી રહ્યા છે. હકીકત એવી છે કે, અનુષ્કા પોતાના ડ્રેસને લઈને ટ્રોલ થઈ છે. એક ફોટોમાં એનો ડ્રેસ ટૂંકો છે જ્યારે બીજી તસવીરમાં એનો ડ્રેસ એકાએક લોંગ બની જાય છે. આ મુદ્દા ફેન્સ હવે એના પર સવાલના તીર છોડી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના બેટર વિરાટ અને અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પણ ચર્ચા વિરાટની નહીં પણ અનુષ્કાના ડ્રેસની થઈ રહી છે. 

ડ્રેસને કારણે ફેન્સ ચોંકી ગયા
સામાન્ય રીતે અનુષ્કા ફિલ્ડ પર કેઝ્યુઅલ લૂકમાં જોવા મળે છે. આ લૂક એનો એટલો મસ્ત, ક્લાસી અને એલિગન્ટ હોય છે કે, મોટાભાગની ફીમેલ ફ્રેન્ડ આને કોપી કરતી હોય છે. ફેન્સ પર એની ડ્રેસિંગ સેન્સના વખાણ કરતા જોવા મળે છે. પણ આ વખતે બન્યું એવું કે,એના લૂકને કારણે ફેન્સ ચોંકી ગયા હતા. લોકોની નજર એના ડ્રેસ પર જ ચોંટેલી રહી ગઈ હતી. આખરે આવું થયું કેવી રીતે એ અંગે ફેન્સ વિચાર કરી રહ્યા છે. શિખર ધવનની પત્ની સોફી શાઈને અનુષ્કા સાથે પોતાની સેલ્ફી શૅર કરી હતી. જેમાં અનુષ્કા લાઈટ બ્લુ બોડીકોન ડ્રેસમાં જોવા મળે છે.જેની લંબાઈ ઘુંટણ સુધીની જ છે. જ્યારે બીજા એક ફોટોમાં આ જ ડ્રેસની લંબાઈ છેક પગના પંજા સુધી પહોંચી જાય છે. આ પછી સોશિયલ મીડિયા પર આ તસવીરને લઈને લોકો મનમૂકીને કોમેન્ટ કરી રહ્યા છે. લોકો એ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ ખરેખર મેજિક હતું કે એઆઈનો કમાલ?

ચોખવટ તો અનુષ્કા જ કરી શકે
ઘણા લોકો મજાકીયા અંદાજમાં પૂરી રહ્યા છે કે, આખરે મિનિટના અંતરમાં એક ડ્રેસ આટલો લાંબો કેવી રીતે બની ગયો? કેટલાક લોકો આને કેમેરા એંગલની કરામત ગણાવી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો એવું કહે છે કે, આ એઆઈથી એડિટ કરીને સેટ કરાયો છે. અહીં શું ચાલી રહ્યું છે તે ખરેખર ફક્ત સોફી અને અનુષ્કા જ સમજાવી શકે છે, જોકે ચાહકો માને છે કે, આ કોઈ જાદુ નથી, પરંતુ કેમેરા એંગલ અને પોઝની યુક્તિ છે. પહેલી તસવીર એક સેલ્ફી છે જેમાં અનુષ્કા થોડી આગળ ઝૂકી રહી છે, જ્યારે બીજી તસવીરમાં તે સીધી ઊભી છે. જેના કારણે ડ્રેસની લંબાઈ અલગ દેખાય છે. વધુમાં, ડ્રેસનું ફેબ્રિક અને ડ્રેપ દરેક ફોટામાં એક અલગ લુક બનાવે છે. ચાહકો સોશિયલ મીડિયા પર હસવું આવે એવી પ્રતિક્રિયાઓ શૅર કરી રહ્યા છે. કેટલાક મજાક કરી રહ્યા છે, "ટાઈમઆઉટ દરમિયાન ડ્રેસ મોટો થયો!", જ્યારે અન્ય લોકો કહી રહ્યા છે, "આ કેમેરાનો જાદુ છે, વાસ્તવિક જાદુ નથી."