Wed Sep 16 2026

Logo

પબ્લિક એક્ઝામિનેશન બિલ મુદ્દે TMCના સરકાર પર પ્રહારઃ 'યુવાનો પર પેલેટ ગન કેમ છોડાઈ?' – અભિષેક બેનર્જી

2026-07-28 17:26:46
Author: Devayat Khatana
પબ્લિક એક્ઝામિનેશન બિલ મુદ્દે TMCના સરકાર પર પ્રહારઃ 'યુવાનો પર પેલેટ ગન કેમ છોડાઈ?' – અભિષેક બેનર્જી

નવી દિલ્હી: દેશની સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં એન્ટિ પેપર લીક બિલ સત્તાધારી પક્ષ અને વિપક્ષ એમ બંને આમનેસામને આવી ગયા છે. આજે બપોરે બે વાગ્યે બ્રેક બાદ કાર્યવાહી ફરીથી શરૂ થઈ હતી, ગૃહમાં પબ્લિક એક્ઝામિનેશન અમેન્ડમેન્ટ  બિલ 2026 પર ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ આ મુદ્દે સરકાર પર માછલાં ધોઇ રહ્યું છે. આ બિલ પર છ કલાકનો સમય ફાળવવામાં આવ્યો હતો, પરંતુ વિપક્ષની માંગ પર તેને વધારીને 10 કલાક કરી દેવામાં આવ્યો છે.  

લોકસભામાં પેપર લીક વિરોધી બિલમાં સંશોધન પર ચર્ચા દરમિયાન જેવા અભિષેક બેનર્જી ઊભા થયા તરત જ હંગામો મચી ગયો હતો. TMC સાંસદે કહ્યું કે પાર્ટી ખરડાનું સમર્થન કરે છે, પરંતુ NEETના મુદ્દા પર જવાબદાર છે અને માટે તેને જવાબદાર ઠેરવવાથી પાછળ નહીં હટે. 

જો કે આ હોબાળો તે સમયે ખૂબ જ વધી ગયો કે જ્યારે સ્પીકરે મહુઆ મોઈત્રાને પોતાની બેઠક પર બેસી જવા કહ્યું, પરંતુ તેમણે બેસવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓની વાત સાંભળવાને બદલે તેમના પર પેલેટ ગન ચલાવવામાં આવી અને આંસુ ગેસના ગોળા છોડવામાં આવ્યા. તેમણે સવાલ ઉઠાવ્યો કે આખરે દેશના યુવાનોને કાયદો-વ્યવસ્થાની સમસ્યાની જેમ કેમ જોવામાં આવી રહ્યા છે. અભિષેક બેનર્જીએ દાવો કર્યો કે છેલ્લા બે વર્ષમાં પેપર લીકના મામલાઓમાં એક પણ દોષીને સજા મળી નથી. તેમણે કહ્યું કે સતત પેપર લીક થવું એ સરકારની નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે.

સંસદમાં ચર્ચા લોક પરીક્ષા સંશોધન ખરડા પરની ચર્ચા દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. ઉત્તર પ્રદેશના સાંસદ અખિલેશ યાદવે ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એક પ્રધાનને હટાવીને વાસ્તવમાં તેમને પ્રધાનમંત્રીને બચાવી લીધા હોવાનો દાવો કર્યો હતો.