Sun Mar 08 2026

Logo
Anil Ambani House Abode

અનિલ અંબાણીનું આલીશાન ઘર ‘એબોડ’: 17 માળની ઈમારત, છત પર હેલિપેડ અને લક્ઝરી કાર્સનું કલેક્શન

1 week ago
Author: Darshana Visaria
Article Image

રિલાયન્સ ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી ભલે અત્યારે આર્થિક અને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય, પરંતુ તેમની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ હંમેશા ચર્ચામાં રહી છે. ભાઈ મુકેશ અંબાણીની જેમ જ અનિલ અંબાણીનું ઘર પણ હાલમાં ચર્ચામાં છે, કારણ કે ઈડીએ તેમનું 17 માળનું ઘર એબોડને પણ અસ્થાયી રૂપે અટેચ કરી દીધું છે. હવે તમને તમમે પણ એ જાણવાની તાલેવેલી તો થઈ જ હશે કે આખરે અનિલ અંબાણીનું આ 17 માળના ઘરની ખાસિયત શું છે, તેના નામનો અર્થ શું છે વગેરે વગેરે, ચાલો તમને આ વિશે જણાવીએ... 

મુંબઈના સૌથી પોશ વિસ્તાર ગણાતા પાલી હિલમાં આવેલું અનિલ અંબાણીનું ઘર ‘એબોડ’ (Abode) કોઈ ફાઈવ સ્ટાર હોટલથી ઓછું નથી. આ ઘર 17 માળનું છે, જેની ઊંચાઈ અંદાજે 66 મીટર છે અને તે અંદાજે 16,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. ઈન્ટિરિયરની વાત કરીએ તો વિદેશી ડિઝાઈનરો દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ઘરમાં સફેદ દીવાલો, મોટા કાચ અને ઓપન સ્પેસનો અદભૂત સમન્વય જોવા મળે છે.

આટલા આ વૈભવી ઘરમાં રહેલી એમિનિટીઝની વાત કરીએ તો ઘરમાં જ સ્વિમિંગ પૂલ, અત્યાધુનિક જીમ, વિશાળ પાર્કિંગ એરિયા અને ટેરેસ પર પોતાનું હેલિપેડ પણ આવેલું છે. અનિલ અંબાણીના આ આલીશાન ઘરમાં દુનિયાની મોંઘી ગાડીઓ માટે ખાસ કલેક્શન એરિયા છે. જેમાં રોલ્સ રોયસ, લેક્સસ એસયુવી, પોર્શ, ઓડી ક્યુ7 અને મર્સિડીઝ જીએલકે350 જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. જોકે, એક સમયે કોર્ટમાં તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાસે માત્ર એક જ કાર છે, જે બાબત આજે પણ કુતૂહલનો વિષય છે.

એબોડની ખાસિયત વિશે વાત કરી લીધા બાદ હવે તેના નામનો અર્થ શું થાય છે એ વિશે પણ વાત કરી જ લઈએ. એબોડ શબ્દનો અર્થ થાય છે કે રહેવાનું સ્થાન કે રહેઠાણ. પરંતુ આ ઘરની બાબતે આ શબ્દ એક સામાન્ય ઘર અનેક ઘણું વધારે મહત્ત્વનું છે. આ ઘર અંબાણી પરિવારની રહેણી-કરણી, તેમની પસંદ અને સ્ટેટસ સાથે મેચ થાય છે. 

એક સમય એવો હતો જ્યારે અનિલ અંબાણી ફોર્બ્સની યાદીમાં વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. રિલાયન્સ પાવર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ ડિફેન્સ જેવી કંપનીઓ દ્વારા તેમણે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પરંતુ, સમય જતાં દેવું વધતું ગયું અને અનેક કાયદાકીય ગૂંચવણોને કારણે તેમની સંપત્તિમાં મોટો ઘટાડો જોવા મળ્યો.

માત્ર ‘એબોડ’ જ નહીં, અનિલ અંબાણી પાસે દિલ્હી, પુણે, હૈદરાબાદ અને ચેન્નઈ જેવા શહેરોમાં પણ કિંમતી મિલકતો છે. મુંબઈના કફ પરેડમાં તેમનું જૂનું ઘર ‘સી વિન્ડ’ પણ આવેલું છે. હાલમાં EDની તપાસમાં સામે આવ્યું છે કે તેમની અંદાજે 40થી વધુ મિલકતો જેની કિંમત હજારો કરોડમાં છે એ બધું જ તપાસના ઘેરામાં હોઈ શકે છે. રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર, તેમની કુલ સંપત્તિ અંદાજે 530 અબજ ડોલરની આસપાસ આંકવામાં આવે છે.