શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજ રાની એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવેલા પાંચ યુવાનોમાંથી ચાર યુવકના મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. આ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.
તમામ વિદ્યાર્થીઓ 20 વર્ષથી ઓછી વયના
શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક કે.વી. મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે આ અકસ્માતમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે અને એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓ 20 વર્ષથી ઓછી વયના હતા અને નજીકના ગામના રહેવાસી હતા.
VIDEO | Andhra Pradesh: Four students killed, one injured after being hit by Rajya Rani Express in Srikakulam.
— Press Trust of India (@PTI_News) September 23, 2026
Source: Third party pic.twitter.com/KmnifkRJ3G
ટ્રેક ઓળંગતી વખતે વિદ્યાર્થીઓને ટ્રેનની ટક્કર વાગી હતી
તેમજ અકસ્માત અંગે પોલીસના જણાવ્યા અનુસાર, રેલવે ટ્રેક ઓળંગતી વખતે વિદ્યાર્થીઓને ટ્રેનની ટક્કર વાગી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બચી ગયેલા વિદ્યાર્થી સોલોમન રાજે જણાવ્યું હતું કે યુવકો શૌચક્રિયા કરી પરત કરી રહ્યા હતા. આ વખતે અકસ્માત સર્જાયો હતો.
મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતક વિદ્યાર્થીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ નાયડુએ અધિકારીઓને અસરગ્રસ્ત પરિવારોને જરૂરી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.