Sun Sep 13 2026

Logo

ગ્લેમર અને એલિગન્સનું પરફેક્ટ કોમ્બિનેશન! બ્લેક આઉટફિટમાં અમૃતા ફડણવીસનો શાહી અંદાજ વાઈરલ

2026-06-17 17:28:55
Author: Darshana Visaria
ગ્લેમર અને એલિગન્સનું પરફેક્ટ કોમ્બિનેશન! બ્લેક આઉટફિટમાં અમૃતા ફડણવીસનો શાહી અંદાજ વાઈરલ

Amruta Fadnavis


પોતાની આગવી સ્ટાઈલ અને ગ્રેસફુલ પર્સનાલિટી માટે જાણીતા અમૃતા ફડણવીસ ક્યારેક પોતાના સિંગિંગ ટેલેન્ટને કારણે તો ક્યારેક સાઈકલ કે રિક્ષા રાઈડને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ ગેધરિંગ હોય કે બોલીવૂડ ઈવેન્ટ, અમૃતા ફડણવીસ પોતાના લુક સાથે એક્સપેરિમેન્ટ કરવામાં ક્યારેય પાછળ રહેતા નથી. સોશિયલ મીડિયા પર અમૃતા ફડણવીસનો આવો જ એક લૂક વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ અમૃતા ફડણવીસના આ લૂકમાં શું છે ખાસ... 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ હાલમાં જ એક ડાયમંડ જ્વેલરી સ્ટોરના લોન્ચિંગ ઈવેન્ટમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના ક્લાસી અને એલિગન્ટ 'ઓલ બ્લેક' લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કોઈ પણ વધારાના ભપકા વિનાનો તેમનો આ એફર્ટલેસ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અમૃતા ફડણવીસે આ ઈવેન્ટ માટે બોડી-હગિંગ ફિટિંગ ધરાવતું સ્ટ્રક્ચર્ડ ક્રોસેટ-ઈન્સ્પાયર્ડ બ્લેક ટોપ અને ફ્લોર-લેન્થ બ્લેક સ્કર્ટ પસંદ કર્યું હતું. આ કોમ્બિનેશન જોવામાં વન-પીસ ગાઉન જેવો જ લુક આપતું હતું. વેલ્વેટ અને સાટિન જેવા રિચ ટેક્સચર અને હળવા શિમરી ઈફેક્ટને કારણે આ મોનોક્રોમ આઉટફિટ ખૂબ જ પોલિશ્ડ વાઈબ્સ આપી રહ્યો હતો.

આ આઉટફિટની સૌથી આકર્ષક ડિટેલ તેની સ્લીવ્ઝ હતી. બ્રોડ નેક ધરાવતા આ ક્રોસેટ ટોપની સ્લીવ્ઝને ખભાથી લઈને કોણી સુધી બ્લેક બીડ્સ (મોતી) સાથે ડિઝાઇન કરવામાં આવી હતી, જે લુકમાં ડ્રામેટિક અને લક્ઝરી ટચ ઉમેરતી હતી. આ હેવી ટોપ સાથે નીચે પ્લેન અને ફ્લોઈ સ્કર્ટ રાખીને લુકને બિલકુલ પરફેક્ટ બેલેન્સ આપવામાં આવ્યું હતું.

પોતાના લુકને ઓવરડન ન કરવા માટે અમૃતાએ જ્વેલરી ખૂબ જ ઓછી રાખી હતી. તેમણે ગળામાં કશું જ પહેર્યા વિના માત્ર ડાયમંડ સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ, રિંગ્સ અને બ્રેસલેટ કેરી કર્યા હતા. મેકઅપમાં ગ્લોઈંગ બેઝ, ડિફાઈન્ડ આઈઝ અને ડાર્ક રેડ લિપસ્ટિક સાથે વાળને સોફ્ટ વેવી લુકમાં ખુલ્લા રાખ્યા હતા, જે તેમના ફીચર્સને વધુ હાઈલાઈટ કરી રહ્યા હતા.