Wed Oct 07 2026

Logo

અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરના નિધન પર કોણે શું કહ્યું? સૌરાષ્ટ્રના નેતાઓ આઘાતમાં...

2026-10-07 15:41:13
Author: Mayur Patel
અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરના નિધન પર કોણે શું કહ્યું? સૌરાષ્ટ્રના નેતાઓ આઘાતમાં...

અમદાવાદઃ અમરેલીથી કૉંગ્રેસના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરનું 67 વર્ષની વયે નિધન થયું હતું.  પ્રાપ્ત વિગત મુજબ વિરજીભાઈ ઠુંમર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમના અવસાનના સમાચારથી અમરેલી જિલ્લા કૉંગ્રેસ સહિત સમગ્ર રાજકીય આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમના નિધન પર રાજકીય નેતાઓ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે.

ગુજરાત કૉંગ્રેસે વિરજીભાઈ ઠુમ્મરના નિધન પર પોસ્ટ કરીને લખ્યું, જનસેવાને જીવન સમર્પિત કરનાર  વિરજીભાઈ ઠુમ્મરને અંતિમ વંદન. તેમનું યોગદાન અને સ્મૃતિ હંમેશા આપણા હૃદયોમાં જીવંત રહેશે.  ॐ શાંતિ

અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ શું લખ્યું

અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ લખ્યું, પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુંમરના નિધન ના સમાચાર સાંભળી ઘણું દુઃખ થયું છે ઇશ્વર એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ઈસુદાન ગઢવીએ શું કરી પોસ્ટ

AAPના નેતા ઈસુદાન ગઢવીએ લખ્યું, અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા, મારા મિત્ર વિરજીભાઈ ઠુમ્મરજીના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. પરમાત્મા દિવંગત આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો તથા સ્વજનોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ.

અમિત ચાવડાએ શું કરી પોસ્ટ

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રમુખ અમિત ચાવડાએ લખ્યું, અમરેલીના પૂર્વ સાંસદ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા  વિરજીભાઈ ઠુમ્મરના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ અને આઘાતજનક છે. જાહેર જીવનમાં લાંબા સમય સુધી લોકોના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપનાર વિરજીભાઈનું અવસાન સમગ્ર ગુજરાત અને કોંગ્રેસ પરિવાર માટે એક મોટી ખોટ છે. તેમની સાદગી, સેવાભાવ અને જનસેવા પ્રત્યેની અટલ નિષ્ઠા હંમેશા સ્મરણીય રહેશે. ઈશ્વર દિવંગત આત્માને પરમ શાંતિ અર્પે અને શોકગ્રસ્ત પરિવારજનો, સ્નેહીજનો તથા અસંખ્ય સમર્થકોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ૐ શાંતિ.

જગદીશ ઠાકોરે શું કરી પોસ્ટ

જગદીશ ઠાકોરે પોસ્ટ કરીને લખ્યું, અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારાસભ્ય તથા મારા પરમ આત્મીય સ્વજન  વિરજીભાઈ ઠુમ્મરના દુઃખદ અવસાનના સમાચારથી હૃદયને ખૂબ જ આઘાત પહોંચ્યો છે. વિરજીભાઈ સાથે ખુબ કામ કર્યું છે.  તેમના સાથેનો સ્નેહ અને આત્મીયતા હંમેશા યાદ રહેશે. એક  મિત્ર તરીકે લાગણીભર્યો સહવાસ હંમેશા સ્મરણમાં રહેશે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારજનો તથા સ્નેહીજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હૃદયપૂર્વક પ્રાર્થના. ૐ શાંતિ... ૐ શાંતિ...