Mon Aug 24 2026

Logo

ઈરાન-અમેરિકાના યુદ્ધને કારણે પાકિસ્તાન-ઇંગ્લેન્ડની મેચ રદ્દ, જાણો ક્યાં હતી મેચ?

2026-03-01 15:31:00
Author: Vimal Prajapati
Article Image

અબુ ધાબીઃ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન પર હુમલા વચ્ચે વૈશ્વિક તણાવ વધતો જતો હોય છે, ત્યારે પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ રદ્દ કરવામાં આવી છે. આ મેચ ઓમાનમાં યોજાવાની હતી, પરંતુ યુદ્ધકારણે સુરક્ષા જોખમને કારણે તે રદ્દ કરી દેવામાં આવી છે. અનેક જગ્યાએ લોકો ફસાયેલા હોવાના પણ અહેવાલો મળી રહ્યાં છે. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની મેચ રદ્દ છે તેવામાં એક બીજા ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પ્રેસ જાહેર કરી આપી વિગતો

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પાકિસ્તાન શાહીન્સ અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચેની બીજી 50 ઓવરની મેચ રદ્દ કરવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે. અત્યારે મધ્યપૂર્વમાં માહોલ એટલો ખરાબ છે કે, ગમે ત્યારે ગમે તે દિશામાંથી મિસાઈલ આવી શકે છે. જેથી અબુ ધાબીમાં યોજાનાર આ મેચને સુરક્ષાના ભાગરૂપે રદ્દ કરી દેવામાં આવી છે. 

હવે ચોંકાવની વાત એ છે કે, આઈપીએલ રમેલી એક ખેલાડીએ ઈગ્લેન્ડના વડાપ્રધાનને પોતાનો બચાવી લેવા માટે વિનંતી કરી છે.  IPLમાં રમી ચૂકેલા ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટો પણ અબુ ધાબીમાં ઈગ્લેન્ડ લાયન્સ ટીમ સાથે કોચિંગ અને માર્ગદર્શકની ભૂમિકા નિભાવી રહ્યો છે. 

તેવામાં હવે બેયરસ્ટોએ યુકેના વડા પ્રધાન કીર સ્ટારમરને મદદ માટે અપીલ કરી છે. બેયરસ્ટોએ સોશિયલ મીડિયા વીડિયો પોસ્ટ કરતા યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર લખ્યું કે, ‘શું તમે અમને ઘરે પાછા પહોંચાડી શકો છો?’. જોની બેયરસ્ટોનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.