વારાસણીઃ ઉત્તર પ્રદેશના વારાણસી એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે 9.30 વાગ્યાની આસપાસ થયેલા ગોળીબારમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોમાં એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે. ફાયરિંગની ઘટના આઝમગઢના એક મુસાફરની પિસ્તોલથી થઈ છે.
તે મુસાફરે પોતાની પિસ્તોલ અને મૈગેઝિન વિશે ડિક્લેર પણ કર્યું હતું. મળેલી માહિતી મુજબ, પિસ્તોલથી અચાનક ગોળી છૂટી અને જમીન પર અથડાયા પછી નજીકમાં ઊભેલા એક યુવક અને મહિલાને વાગી. મહિલાની જાંઘ પર અને યુવકના હાથમાં ગોળી વાગી છે. બંનેને વારાણસીના હરહુઆ વિસ્તારમાં સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આઝમગઢના જે મુસાફરની પિસ્તોલથી ગોળી છૂટી, તે એર ઇન્ડિયાની ફ્લાઇટથી મુંબઈ જવાનો હતો.
વારાસણી પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, "16 ઓગસ્ટના રોજ સવારે લગભગ સાડા નવ વાગ્યે IX-1810થી મુંબઇ જતા એક યાત્રીની પાસે પિસ્તોલ હતા. તે પોતાની પત્ની સાથે વિમાનમાંક મુસાફરી કરી રહ્યો હતો. હથિયારની તપાસ દરમ્યાન યાત્રીએ ભૂલથી એક રાઉન્ડ ફાયર કર્યો. જેનાથી બે AAICLAS સિક્યોરિટી સ્ક્રીનર્સ ઘાયલ થઇ ગયા."
પોલીસે વધુમાં જણાવ્યું કે બન્નેને સારવાર અર્થે ન્યૂ લક્ષ્મી ટ્રોમા સેન્ટર લઇ જવામાં આવ્યા છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસને આપવામાં આવી સૂચના
ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસને આપી દેવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. હથિયારમાંથી ગોળી કઈ પરિસ્થિતિમાં ચાલી અને સુરક્ષા પ્રક્રિયા દરમિયાન કયા નિયમોનું પાલન કરવામાં આવ્યું, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના નિવેદન અનુસાર, આ મામલે આગળની માહિતી તપાસ પૂર્ણ થયા પછી સામે આવી શકે છે.
20 ઓગસ્ટ સુધી હાઇએલર્ટ ઝોન પર હતું એરપોર્ટ
મહત્વનું છે કે સ્વતંત્રતા દિવસને પગલે એરપોર્ટને 11 થી 20 ઓગસ્ટ સુધી હાઇએલર્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. તેમ છતાં ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઇ છે. એડીસીપી ગોમતી ઝોન સહિત પોલીસ અધિકારી અને ઇન્ટેલિજન્સની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે.