Thu Jun 11 2026

Logo

NHAI હવે AIની મદદથી હાઈ-વે પર રાખશે 'નજર': ખાડા અને અકસ્માતોથી મળશે 'મુક્તિ'...

2026-03-22 18:50:07
Author: Mumbai Samachar Team
Article Image

AI Generated Images


નવી દિલ્હીઃ દેશમાં બે મહાનગર કે નાના નગર વચ્ચેની ક્નેક્ટિવિટી સુધરી છે એમાં હાઈવેના અપગ્રેડેશનનો મોટો હાથ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે એક નવા અભિગમ સાથે નેશનલ હાઈવે પર કામ કરવા માટે જઈ રહી છે. આ નવા કોન્સેપ્ટમાં AIની મદદ લેવામાં આવશે. આ માટે એક સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. AI બેઝ ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે, જે હાઈવેની દરેક મુવમેન્ટ પર નજર રાખશે. હાઈવે પર કોઈ તોડફોડ કે ગેરકાયદેસર પાર્કિંગ થશે તો તાત્કાલિક એલર્ટ મળશે. 

AI બેઝ ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ એટલે?
હાઈ-વે પર ડ્રાઈવ કરતી વખતે સૌથી વધારે ચિંતા કે ડર એ હોય છે કે, અચાનક કોઈ મોટો ખાડો આવશે કે રસ્તો ખરાબ આવી જશે ત્યારે વાહન કેવી રીતે કંટ્રોલ થશે? જ્યારે રાત્રીના સમયે ડ્રાઈવ કરવાનું થાય ત્યારે કોઈ જંગલી જાનવર ન આવી ચડે એની ચિંતા રહે છે. પણ હવે નેશનલ હાઈવે પર AIથી મોનિટરિંગ કરવામાં આવશે. કેમેરા સેટઅપ, ડેટા ક્લેક્શન અને પછી નિર્ણય. નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આશરે 40 હજાર કિમી લાંબા નેશનલ હાઈવે પર AI બેઝ ડેશકેમ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સિસ્ટમની મદદથી નેશનલ હાઈવેનું મેઈનટેનન્સ, મોનિટરિંગ અને સેફ્ટિ મજબૂત થશે.

રિયલટાઈમ સિસ્ટમ
સમગ્ર સિસ્ટમ સીસીટીવીની જેમ રિયલ ટાઈમ રહેશે. આને સ્માર્ટ રોડ મેનેજમેન્ટની દિશામાં એક મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. ડેશકેમ એનાલિટિક્સ સર્વિસથી આ સિસ્ટમ ઓળખાશે, જેમાં AI અને મશિન લર્નિંગની મદદથી સમગ્ર પ્રોસેસ થશે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર 30થી વધારે ખામીઓને ઓળખીને એનો તાત્કલિક નિકાલ કરવામાં આવશે. આનાથી મેન્યુઅલ તપાસની જરૂરિયાત ઘટી જશે અને કામ પણ ઝડપથી થશે. AI સિસ્ટમ રસ્તા પર સતત વૉચ રાખશે. જેમાં ખાડા, તિરાડ, ખરાબ રસ્તા સિવાય માર્કિંગ, ક્રેશ, બેરિયર, સ્ટ્રિટલાઈટ, સાઈનબોર્ડ, ઈમરજન્સી અને અકસ્માત જેવા મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ થશે.આ ઉપરાંત સેફ્ટિ સાથે જોડાયેલા કેટલાક પાસાઓની પણ તપાસ કરવામાં આવશે. 

નોટિફિકેશન મળી રહેશે.
ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તાના કિનારે કાર કે વાહનનો જમાવડો તથા રસ્તામાં પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ પર વિશ્લેષણ કરીને તરત જ નિકાલ કરવામાં આવશે. આ સાથે ડ્રેનજ અને બસ સ્ટોપ જેવી સ્થિતિ પર વૉચ રહેતા હાઈવે હવે સુરક્ષિત રહેશે.સરક્ષા મજબૂત થતા સમયાંતરે એનો સરવો કરવો પણ સરળ રહેશે. રોડ માર્કિંગ, રિફ્લેક્ટર અને લાઈટિંગ જેવા મુદ્દાઓને પણ આ સિસ્ટમમાં આવરી લેવામાં આવ્યા છે.ખાસ કરીને રાત્રીના સમયે જે મુશ્કેલીઓ પડે છે એને સરળતાથી નિવારી શકાશે. આ સાથે બીજી પણ કેટલીક પાયાની સમસ્યાઓનો નીવેડો આવશે. ડેશકેમથી મળતો સંપૂર્ણ ડેટા એક સેન્ટ્રલાઈઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર મોકલવામાં આવશે

AI એનાલિટિક્સ અને ઇન્ટરેક્ટિવ સેક્શન
જ્યાં AI એનાલિટિક્સ અને ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ દ્વારા તેનું વિશ્લેષણ કરવામાં આવશે.આથી અધિકારીઓ રિયલ ટાઈમમાં રસ્તાઓની સ્થિતિ જોઈ શકશે અને સમય સાથે થતા બદલાવની સરખામણી પણ કરી શકશે. સાથે જ મરામત અને મેન્ટેનન્સના કામની પ્રગતિ પર પણ નજર રાખી શકાશે.વધુ સારા મેનેજમેન્ટ માટે સમગ્ર હાઈવે નેટવર્કને પાંચ ઝોનમાં વહેંચવામાં આવશે. આથી ડેટાને સંભાળવું અને તેની મોનિટરિંગ કરવી સરળ બનશે.આ સિસ્ટમથી મળતી માહિતી NHAIના સેન્ટ્રલ ડેટા સિસ્ટમ સાથે પણ જોડવામાં આવશે, જેથી સામે આવતી સમસ્યાઓ પર તરત કાર્યવાહી કરી શકાય.

સામાન્ય માણસ માટે પણ લાભદાયી
આ AI ડેશકેમ સિસ્ટમ સામાન્ય લોકો માટે ઘણી રીતે લાભદાયી સાબિત થશે. સૌથી મોટો ફાયદો એ છે કે રસ્તાઓની ખરાબ સ્થિતિ જેવી કે ખાડા, તિરાડો અથવા તૂટફૂટ ઝડપથી ઓળખી શકાય, જેથી સમયસર મરામત થઈ શકે અને મુસાફરી વધુ સુરક્ષિત બને. આથી અકસ્માતોમાં ઘટાડો થવાની શક્યતા છે. સાથે ગેરકાયદે કબજો અને ખોટી પાર્કિંગ જેવી સમસ્યાઓ પણ તરત ઓળખી શકાય, જેથી ટ્રાફિક જામ ઓછો થશે અને મુસાફરી દરમિયાન સમય બચશે. રાત્રિના સમયે સારી લાઇટિંગ અને રોડ વિઝિબિલિટી પર નજર રાખવાથી ડ્રાઈવિંગ વધુ સુરક્ષિત બનશે. કુલ મળીને આ સિસ્ટમ લોકોને સ્મૂથ, ઝડપી અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ આપશે.