Sun Mar 08 2026

Logo

અફઘાનિસ્તાની ટીમ આ મહિનામાં ભારતના પ્રવાસે આવશે! BCCIએ શેડ્યુલ જાહેર કર્યું

5 days ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: અફઘાનિસ્તાનની પુરુષ ક્રિકેટ ટીમનું પ્રદર્શન સતત સુધારી રહ્યું છે, ટીમ ICC ટુર્નામેન્ટોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે, હવે આ ટીમ ક્રિકેટ જગતની મજબુત ટીમને ટક્કર આપી રહી. એવામાં આજે બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI) એ અફઘાનિસ્તાની ટીમના ભારતના પ્રવાસની જાહેરાત કરી છે. જૂન 2026 માં અફઘાનિસ્તાનની ટીમ ભારતીય ટીમ સામે એક ટેસ્ટ મેચ અને ત્યારબાદ ત્રણ વન-ડે ઇન્ટરનેશનલ(ODI) મેચની સિરીઝ રમશે.  

BCCIએ આપેલી માહિતી મુજબ અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ 6 જૂનથી શરુ થશે, 6થી 10 જૂન દરમિયાન ન્યુ ચંદીગઢના સ્ટેડિયમમાં એક માત્ર ટેસ્ટ મેચ રમાશે, આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ત્રણ ODI મેચની સિરીઝ રમાશે, સિરીઝની પહેલી મેચ 14 જૂનના રોજ ધર્મશાળામાં, બીજી મેચ 17 જૂનના રોજ લખનઉમાં , જ્યારેત્રીજી અને અંતિમ મેચ 20 જૂનના રોજ ચેન્નઈમાં રમાશે. આ ત્રણેય ODI મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

WTC પોઈન્ટને અસર નહીં થાય:
નોંધનીય છે કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ(WTC)નો ભાગ નહીં હોય, કેમ કે અફઘાનિસ્તાન WTCનું સભ્ય નથી, એટલે આ ટેસ્ટ મેચના પરિણામની અસર WTCમાં ભારતીય ટીમના પોઈન્ટ્સ પર નહીં થાય.


ભારત સામે અફઘાનિસ્તાનનો રેકોર્ડ:
નોંધનીય છે કે અફઘાનિસ્તાન અગાઉ પણ ભારતના પ્રવાસે આવી ચુકી છે, અફઘાન ટીમ જૂન 2018 માં ભારત સામે એક ટેસ્ટ મેચ રમી હતી.

વર્ષ 2017 માં ICCએ અફગાનિસ્તાનની ટીમને ટેસ્ટ ટીમનો દરજ્જો મળ્યા પછી પહેલીવાર ભારત સામે મેચ રમી હતી. બેંગલુરુમાં રમાયેલી આ મેચ બે દિવસમાં જ સમાપ્ત થઇ ગઈ હતી, ભારતીય ટીમે એક ઇનિંગ અને 262 રનથી જીત મેળવી હતી. અફઘાનિસ્તાનની ટીમ એક જ દિવસે બે વાર આઉટ થઈ ગઈ હતી, જે ટેસ્ટ ઇતિહાસમાં આ પ્રકારનો માત્ર ચોથો પ્રસંગ હતો.

અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં કુલ 12 ટેસ્ટ રમી છે, જેમાં 4 જીત્ય મળી છે, જ્યારે 7માં હાર મળી છે અને મેચ એક ડ્રો રહી છે.