આઈપીએલ-2026માં સનરાઈઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા હાલમાં પીચ પર પોતાના શાનદાર પ્રદર્શનની સાથે સાથે પીચની બહાર પોતાની ગૂડ લૂક્સને કારણે ચર્ચામાં છે. હાલમાં જ રમાયેલી રાજસ્થાન રોયલ્સની સામેની મેચમાં અભિષેકે પોતાની તોફાની બેટિંગે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર અભિષેક શર્માનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફિમેલ ફેને કરેલી અજીબ હરકતને કારણે અભિષેક ખૂદ એકદમ અવઢવમાં મૂકાઈ ગયો હતો. ચાલો જોઈએ શું છે આખી ઘટના...
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ફિમેલ ફેને અભિષેક શર્માને મળવા માટે તમામ હદો વટાવી દીધી હતી. અભિષેક શર્મા જ્યારે હોટલ કે એરપોર્ટ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક મહિલા ફેને દોડીને તેનો હાથ પકડી લીધો હતો અને તેને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
અચાનક ફીમેલ ફેન દ્વારા કરવામાં આવેલી આ હરકતને કારણે અભિષેક શર્મા પણ હક્કોબક્કો રહી ગયો હતો અને તેની બોડી લેંગ્વેજ પરથી ડર સાફ દેખાતું હતું. જોકે, સદનસીબે, સિક્યોરિટી સ્ટાફે તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી હતી અને તે મહિલાને દૂર કરી અભિષેકને સુરક્ષિત રીતે તેમના રૂમ સુધી પહોંચાડ્યો હતો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો...
A girl pulled cricketer Abhishek Sharma's hand when he was going to the team hotel.
— ︎ ︎venom (@venom1s) April 26, 2026
Isn't this sexual harassment?
Imagine if a man pulled the hand of Smriti Mandhana. He would be arrested right there.
Feminist girls would start calling all Indian men rapists. pic.twitter.com/Ctzxt9E2hi
વાત કરીએ અભિષેક શર્માની ગેમ વિશે તો રાજસ્થાન રોયલ્સના 229 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ઈશાન કિશન અને અભિષેક શર્માએ મેદાન ગજવ્યું હતું. ઈશાને 31 બોલમાં 74 રન ફટકાર્યા, જ્યારે અભિષેકે 29 બોલમાં 27 રનની તોફાની ઈનિંગ રમી હતી. આમ બંને વચ્ચે 132 રનની ઓપનિંગ પાર્ટનરશિપે હૈદરાબાદની જીત આસાન બનાવી દીધી.
રાજસ્થાન તરફથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ માત્ર 37 બોલમાં 103 રન બનાવીને ઈતિહાસ રચ્યો હતો, પરંતુ હૈદરાબાદની બેટિંગ સામે આ સ્કોર પણ ઓછો પડ્યો હતો અને વૈભવની સદી એળે જતી રહી હતી.