Thu Sep 10 2026

Logo

કિશન, ક્લાસેન, નીતીશ, સલીલે હૈદરાબાદને 6/216નો મોટો સ્કોર અપાવ્યો

2026-04-13 21:53:41
Author: Ajay Motiwala
કિશન, ક્લાસેન, નીતીશ, સલીલે હૈદરાબાદને 6/216નો મોટો સ્કોર અપાવ્યો

PTI


હૈદરાબાદ: રાજસ્થાન રૉયલ્સ (RR) સામે સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) ટૉસ હાર્યા બાદ પ્રથમ બૅટિંગ મળી એનો ફાયદો ઉઠાવ્યો હતો અને 20 ઓવરમાં છ વિકેટે 216 રન કરીને રાજસ્થાનને 217 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.અભિષેક શર્મા પહેલા જ બૉલમાં આઉટ થયો હતો અને ટ્રૅવિસ હેડ 18 રન કરી શક્યો હતો.

કેપ્ટન ઇશાન કિશને (ISHAN Kishan) છ સિક્સર, આઠ ફોરની મદદથી 91 રન કર્યા, પરંતુ નવ રન માટે સદી ચૂકી ગયો હતો.જોકે હિન્રિક ક્લાસેન (ત્રણ સિક્સર, એક ફોર સાથે 40 રન), નીતીશ કુમાર રેડ્ડી (ચાર સિક્સર સાથે 28 રન) અને સલીલ અરોરા (બે સિક્સર, બે ફોરની મદદથી અણનમ 24)એ પણ હૈદરાબાદના સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.

PTI

જોફ્રા આર્ચરે સૌથી વધુ બે વિકેટ અને રિયાન પરાગ, સંદીપ શર્મા અને તુષાર દેશપાંડેએ એક-એક વિકેટ મેળવી હતી.