ગૉલઃ શ્રીલંકા આવતી કાલે (શનિવારે) સવારે 10.00 વાગ્યાથી 330મી ટેસ્ટ મૅચ રમશે, પણ ભારતની ટેસ્ટનો આંકડો અદ્ભુત છે, કારણકે ટેસ્ટ (Test)ના 149 વર્ષના ઇતિહાસમાં ભારત 600 ટેસ્ટ રમનાર ત્રીજો દેશ બનશે. અત્યાર સુધીમાં ભારત (India)ની 599 ટેસ્ટ રમાઈ છે. સૌથી વધુ ટેસ્ટ રમનારા પ્રથમ બે દેશમાં ઇંગ્લૅન્ડ (1,097 ટેસ્ટ) અને ઑસ્ટ્રેલિયા (883 ટેસ્ટ)નો સમાવેશ છે.
ટેસ્ટ-ક્રિકેટની પ્રથમ મૅચ માર્ચ 1877માં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ઑસ્ટ્રેલિયાનો 45 રનથી વિજય થયો હતો. ભારતની પ્રથમ ટેસ્ટ જૂન 1932માં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે રમાઈ હતી જેમાં ઇંગ્લૅન્ડનો 158 રનથી વિજય થયો હતો.
ભારત 599 ટેસ્ટમાંથી 186 ટેસ્ટ જીત્યું છે, 188 હાર્યું છે અને 224 ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે. ભારતની એક ટેસ્ટ ટાઇ થઈ છે. ભારતની છેલ્લામાં છેલ્લી ટેસ્ટ જૂન, 2026માં ન્યૂ ચંડીગઢમાં અફઘાનિસ્તાન સામે રમાઈ હતી જેમાં ભારતનો એક દાવ અને 300 રનથી વિજય થયો હતો.
All in readiness in Galle for the #SLvIND Test Series 🏆
— BCCI (@BCCI) August 14, 2026
Captain Shubman Gill and #TeamIndia are all set 🏟️ pic.twitter.com/58Yo7gb3yT
599 ટેસ્ટમાં ભારતીયોના વિવિધ વિક્રમો
સૌથી વધુ ટેસ્ટઃ સચિન (200)
સૌથી વધુ રનઃ સચિન (15,921)
હાઇએસ્ટ સ્કોરઃ સેહવાગ (319)
બેસ્ટ બૅટિંગ ઍવરેજઃ સચિન (53.78)
બેસ્ટ બૅટિંગ સ્ટ્રાઇક-રેટઃ સેહવાગ (82.18)
સૌથી વધુ ટ્રિપલ સેન્ચુરીઃ સેહવાગ (બે)
સૌથી વધુ 250-પ્લસઃ સેહવાગ (ચાર)
સૌથી વધુ 200-પ્લસઃ કોહલી (સાત)
સૌથી વધુ 150-પ્લસઃ સચિન (20)
સૌથી વધુ સેન્ચુરીઃ સચિન (51)
સૌથી વધુ હાફ સેન્ચુરીઃ સચિન (68)
સૌથી વધુ બૉલ રમનારઃ દ્રવિડ (31,184)
સૌથી વધુ મિનિટ સુધી બૅટિંગઃ દ્રવિડ (44,037)
સૌથી વધુ શૂન્યઃ ઇશાંત (34)
સૌથી વધુ વિકેટઃ કુંબલે (619)
સૌથી વધુ બૉલ ફેંક્યાઃ કુંબલે (40,850)
સૌથી વધુ મેઇડન ઓવરઃ કુંબલે (1,576)
બેસ્ટ બોલિંગ ઍવરેજઃ બુમરાહ (19.79)
બેસ્ટ બોલિંગ સ્ટ્રાઇક રેટઃ બુમરાહ (42.80)
સૌથી વધુ વખત પાંચ વિકેટઃ અશ્વિન (37)
સૌથી વધુ વખત દસ વિકેટઃ કુંબલે/અશ્વિન (10)
સૌથી વધુ કૅચ (ફીલ્ડર)ઃ દ્રવિડ (209)
સૌથી વધુ શિકાર (વિકેટકીપર)ઃ ધોની (294)
સૌથી વધુ કૅચ (વિકેટકીપર)ઃ ધોની (256)
સૌથી વધુ સ્ટમ્પિંગઃ કિરમાણી/ધોનીઃ 38
કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટઃ કોહલી (68)
કૅપ્ટન તરીકે સૌથી વધુ જીતઃ કોહલી (40)
સૌથી વધુ મૅન ઑફ ધ મૅચઃ સચિન (14)
સૌથી વધુ મૅન ઑફ ધ સિરીઝઃ અશ્વિન (11)
હાઇએસ્ટ ભાગીદારીઃ વિનુ માંકડ/પંકજ રૉય (413)
ભાગીદારીમાં સૌથી વધુ રનઃ સચિન/દ્રવિડ (6,920)
ભાગીદારીમાં સૌથી વધુ સેન્ચુરીઃ સચિન/દ્રવિડ (20)
સૌથી વધુ ટૉપ સ્કોરઃ સચિન (78)
ટીમના રનમાં સૌથી વધુ ટકાવારીઃ ગાવસકર (16.55)