નોઈડા: ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અન્સારીના નિવેદન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીની કરેલી મિમિક્રી મુદ્દે આકરી ટિપ્પણી કરી છે. તેમણે હામિદ અન્સારીના નિવેદન અંગે જણાવ્યું જે બંધારણીય પદ પર રહીને આવા નિવેદન ના આપવા જોઇએ. તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદીની કરેલી મિમિક્રી અંગે જણાવ્યું કે માતૃ શકિતનું સન્માન થવું જોઇએ.
ભારતનો આત્મા સનાતન ધર્મમાં
સીએમ યોગીએ ગ્રેટર નોઈડાની ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘પ્રેરણા વિમર્શ-2026’ના સમાપન સમારોહને સંબોધતા સનાતન પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને નારી શક્તિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતનો આત્મા સનાતન ધર્મમાં વસેલો છે અને દેશના લોકો ઋષિ-મુનિઓ, દેવી-દેવતાઓ, તીર્થસ્થળો અને પોતાની વિરાસતની પરંપરા પર ગર્વ અનુભવે છે.
હામિદ અન્સારીના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતા ટિપ્પણી કરી
યોગી આદિત્યનાથે પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અન્સારીના અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરતા ટિપ્પણી કરી હતી કે બંધારણીય પદ પર રહીને આવી વાતો ન કરવી જોઈએ. તેમણે આક્ષેપ કર્યો હતો કે આવા નિવેદનો ભારતની નકારાત્મક છબી ઊભી કરવાનું અને 'ભારત-વિરોધી' માનસિકતાને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.
#WATCH | Greater Noida | On Hamid Ansari's remarks, Chief Minister Yogi Adityanath says, "Yesterday I was watching a statement made by a dignitary holding an important constitutional position in India, and it is the nature of some people to fail to maintain the dignity of their position. Behaving contrary to that dignity has become a part of their lives. Mr Hamid Ansari, who has completed his five-year tenure as Vice President of India, made a statement yesterday. It was a very unfortunate statement...His statements were truly frightening, statements against India, Indian culture, and Indian tradition, and these statements are part of an agenda of some efforts to tarnish India's image globally, which is constantly being propagated by anti-India forces. He made statements purely criticizing India's eternal tradition, insulting India's Hindu tradition, and there were some attempts to link it with terrorism. India and the Constitution of India expect a person holding an important constitutional position to always conduct themselves in a manner befitting the dignity of that position. His personal opinion may differ. But when it comes to India, it should be the utmost contribution to India's unity and integrity, while adhering to the sanctity of the Indian Constitution..."
— ANI (@ANI) September 20, 2026
રાહુલ ગાંધીએ હાલમાં જ પીએમ મોદીની કરેલી મિમિક્રી મુદ્દે આકરી ટિપ્પણી કરી
આ ઉપરાંત તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ પીએમ મોદીની કરેલી મિમિક્રી મુદ્દે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિમાં બીજાને પ્રથમ પ્રાથમિકતા આપવાની ભાવના સમાયેલી છે. જેમને શિષ્ટાચારના આવા મૂલ્યો શીખવવામાં આવ્યા નથી. તેમના માટે "વસુધૈવ કુટુંબકમ"ની ભાવનાને સમજવી અશક્ય છે.
#WATCH | Greater Noida | On Rahul Gandhi’s 'Chhatron Ki Goonj' event in Indore, UP Chief Minister Yogi Adityanath says, "...The conduct displayed yesterday by the 'Yuvraj' of Congress was an insult to all womankind...If there is an elderly person, a woman, a differently-abled person, or someone older than us, we ask them to go first, or offer them a seat if one is available...This is our culture; this is the code of conduct of our lives. But for those who have not learned these norms, who lack these values, and who make insulting India and Indianness their sole life goal, to expect them to grasp the spirit of 'Vasudhaiva Kutumbakam', I feel the country should simply stop expecting anything from them"
— ANI (@ANI) September 20, 2026
"માતૃ-શક્તિ" પ્રત્યેનો આદર જરૂરી
યોગીએ ઉલ્લેખ કર્યો કે પ્રાચીન કાળથી લઈને વર્તમાન સમય સુધી ભારતે "નારી શક્તિ" ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. તેમણે ઉમેર્યું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં "માતૃ-શક્તિ"પ્રત્યેનો આદર વિશેષ સ્થાન ધરાવે છે.