લંડન: ઇંગ્લૅન્ડના વિકેટકીપર-બૅટ્સમૅન જૉસ બટલર (Buttler)એ ટી-20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન કરનાર વેસ્ટ ઈન્ડિઝના કીરૉન પોલાર્ડનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો અને ત્યાર પછી તેણે એક મુલાકાતમાં 15 વર્ષના ટીનેજ સેન્સેશન વૈભવ સૂર્યવંશીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
#JosButtler leaves the bowlers stunned
— Star Sports (@StarSportsIndia) August 5, 2026
He has now surpassed #KieronPollard to become the leading run scorer in T20 history! #TheHundred 2026 Welsh Fire vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/AO9Q7O9TbK
બટલરના છ સિક્સર સાથે અણનમ 51 રન
બુધવારે બટલરે ‘ધ હન્ડ્રેડ' નામની 100-100 બૉલની મૅચવાળી બ્રિટિશ ટૂર્નામેન્ટમાં મૅન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ વતી વેલ્થ ફાયર નામની ટીમ સામે છ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 20 બૉલમાં અણનમ 51 રન બનાવ્યા હતા. તેના અણનમ 51 રન તેમ જ ટિમ સીફર્ટના 62 રનની મદદથી મૅન્ચેસ્ટરની ટીમે 156 રનનો લક્ષ્યાંક ફક્ત એક વિકેટના ભોગે 69 બૉલમાં જ મેળવી લીધો હતો.
બટલરે કયો વિશ્વવિક્રમ તોડ્યો
બટલરે 51 રન કર્યા એ સાથે સમગ્ર ટી-20 ક્રિકેટમાં તેના ખાતે હવે કુલ 14,833 રન છે. તેણે પોલાર્ડના 14,803 રનનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો છે. આ લિસ્ટમાં ક્રિસ ગેઈલ (14,562 રન) ત્રીજા નંબરે છે.
બટલરે વૈભવ સૂર્યવંશી વિશે શું કહ્યું?
તાજેતરની આઈપીએલમાં તમામ બૅટ્સમેનોમાં 237.00ના સ્ટ્રાઈક-રેટ સાથે હાઈએસ્ટ 776 રન બનાવનાર અને ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝમાં ભારતને 3-0ના માર્જિનથી જીત અપાવવામાં મોટું યોગદાન આપનાર રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi) વિશે જૉસ બટલરે ગુરુવારે કહ્યું કે ‘ભવિષ્યમાં મારો વિશ્વવિક્રમ તોડવાની ક્ષમતા મને વૈભવમાં દેખાઈ રહી છે. ટી-20 ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવવા બદલ હું ગર્વ અનુભવ છું અને એક દિવસ મારો આ રેકૉર્ડ એક ખેલાડી તોડશે અને એ કદાચ વૈભવ સૂર્યવંશી જ હશે. છેલ્લાં એક વર્ષમાં વૈભવ ટી-20 ક્રિકેટમાં ઘણું સારું રમ્યો છે. તેણે આ ફૉર્મેટમાં દમદાર અસર પાડી છે. તાજેતરમાં જ તે 15 વર્ષની નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર ખેલાડી બન્યો હતો.'