નવી દિલ્હી: ટીનેજ વયનો કોઈ બૅટ્સમૅન આંતરરાષ્ટ્રીય ફલક પર પગ મૂકે ત્યારે સ્વાભાવિક છે કે તે અનેક પીઢ અને ડેન્જરસ ફાસ્ટ બોલર તેમ જ સ્પિનર સામે રમતા ડરતો હોય, પરંતુ વૈભવ સૂર્યવંશીની વાત સાવ જુદી જ છે.
Interviewer: one Bowler you would not want to bat
— Gagan Choudhary (@trigguuuu) July 29, 2026
Jadeja: Jofra Archer it's better he is in our team
Vaibhav arrogantly: Nobody
Interviewer: you can take Jofra's name he is our teammate
Vaibhav still denied.
And the rest is History we all saw what Archer did to Vaibhav in… pic.twitter.com/sX7dZoxBbO
તાજેતરમાં એક પૉડકાસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં ઍન્કરે વૈભવને પૂછ્યું કે ‘તું કયા બોલર સામે રમતા ડરે છે? વૈભવે (Vaibhav) તરત જ જવાબ આપી દીધો કે ‘હું કોઈનાથી ડરતો નથી.' આ સાંભળીને ઍન્કર ચોંકી ગયો હતો અને હસી પડ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના બે જાણીતા ખેલાડીઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા હતા જેમાં ઍન્કરે પહેલાં રવીન્દ્ર જાડેજાને પૂછ્યું કે ‘એવો કયો બોલર છે જેના વિશે તમે ઈચ્છતા હશો કે તેનો તમારે બને એટલો ઓછો સામનો કરવો પડે? કોઈ એક બોલરનું નામ આપો.'
જાડેજાએ તરત જવાબમાં કહી દીધું કે ‘જોફ્રા આર્ચર. સારું છે તે અમારી (રાજસ્થાન રોયલ્સની) ટીમમાં છે.'
જોફ્રા આર્ચર (Archer) વર્તમાન ક્રિકેટના સૌથી ડેન્જરસ ફાસ્ટ બોલર્સમાં ગણાય છે. ઍન્કરે જ્યારે વૈભવ સૂર્યવંશીને જાડેજા જેવો જ સવાલ પૂછ્યો હોય ત્યારે તેણે કહી દીધું કે તે કોઈ બોલરથી નથી ડરતો.
વૈભવનો જવાબ સાંભળીને બાજુમાં બેઠેલો જાડેજા પણ હસી પડ્યો હતો. ઍન્કરે વૈભવને હસતાં ફરી પૂછ્યું કે ‘જોફ્રા આર્ચરનું નામ આપી દીધું હોત તો ચાલી જાત કારણકે તે તો રાજસ્થાનની જ ટીમમાં છે.' જોકે વૈભવે ઍન્કરના ફરી એ જ સવાલ પર અગાઉનો જ જવાબ આપ્યો અને જોફ્રા આર્ચર કે બીજા કોઈ બોલરનું નામ આપ્યા વગર પોતાના મંતવ્ય પર મક્કમ રહ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના ચાહકોએ વૈભવ સૂર્યવંશીના આત્મવિશ્વાસ અને નીડરતાને સોશ્યલ મીડિયામાં ખૂબ વખાણ્યા છે. કેટલાકે લખ્યું છે કે ‘આટલી નાની ઉંમરે યુવાન અને નવો બૅટ્સમૅન દિગ્ગજ બોલરોથી પણ ન ડરતો હોય એ ગજબ કહેવાય.'