હેડિંગ વાંચીને તમને પણ એવું થશે કે ભાઈસાબ આ વળી શું નવો ટ્રેન્ડ છે. હજી તો માંડ સ્લિપ ડિવોર્સનો કોન્સેપ્ટ મગજે એક્સેપ્ટ કર્યો હતો તો વળી આ સ્લિપ ડિવોર્સ શું નવી બલા છે? છેલ્લાં કેટલાક સમયથી કપલ્સમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેનું નામ છે 'સીટ ડિવોર્સ' (Seat Divorce). સાંભળવામાં આ શબ્દ થોડો અજીબ લાગી શકે છે, પરંતુ આજના દોડધામભર્યા જીવનમાં ઘણા યુગલો તેને એક સમજદારીભર્યો નિર્ણય ગણાવી રહ્યા છે. 'સીટ ડિવોર્સ' શું છે અને તે કેમ લોકપ્રિય થઈ રહ્યો છે એ વિશે આ સ્ટોરીમાં આપણે વિસ્તારથી વાત કરીશું.
વાત કરીએ 'સીટ ડિવોર્સ' શું છે એની તો એટલે ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે પતિ-પત્ની કે પછી પાર્ટનર સાથે પ્રવાસ કરતાં હોય તો પણ એકબીજાની બાજુમાં બેસવાને બદલે અલગ-અલગ સીટ પસંદ કરવી. આનો અર્થ સંબંધોમાં ખટાશ નથી, પરંતુ મુસાફરી દરમિયાન પોતાનો અંગત સમય (Me Time) માણવો અને આરામ કરવો એવો થાય છે.
પર્સનલ સ્પેસની જરૂરિયાત:
લાંબી મુસાફરી, બાળકોની જવાબદારી અને કામના થાક પછી ઘણા લોકો ફ્લાઈટમાં શાંતિથી ઊંઘવા અથવા પોતાની મનપસંદ ફિલ્મ જોવા માંગતા હોય છે. અલગ બેસવાથી તેઓ કોઈ પણ દબાણ વગર આરામ કરી શકે છે.
મનપસંદ સીટની પસંદગી:
ઘણીવાર સાથે બેસવાના ચક્કરમાં એક પાર્ટનરે વચ્ચેની (Middle Seat) મોસ્ટ અનકમ્ફર્ટેબલ ગણાતી સીટ પર બેસવું પડે છે. આવી પરિસ્થિતિમાં કપલ્સ 'સીટ ડિવોર્સ'ની મદદથી બંને જણ પોતાની મનગમતી વિન્ડો અથવા આઈલ સીટ પસંદ કરી શકે છે.
રિલેશનશિપમાં બેલેન્સ માટે છે જરૂરી
થેરાપિસ્ટ અને એક્સપર્ટ્સના મતે કપલ્સે સતત 24 કલાક સાથેને સાથે રહેવા કરતાં ટ્રાવેલિંગ દરમિયાન થોડો સમય અલગ વિતાવવાથી જ્યારે કપલ ફરી મળે છે, ત્યારે તેમની વચ્ચેની વાતચીતને વધુ મીનિંગ ફૂલ અને ફ્રેશનેસથી ભરી દે છે.
શો-શાઈનિંગનો ધી-એન્ડ
અત્યાર સુધી લોકોની એવી માન્યતા હતી કે કપલ્સ જાહેરમાં સાથે બેસનું એ મજબૂત સંબંધ અને કપલના પ્રેમને દર્શાવે છે. પરંતુ હવે સમય બદલાયો છે અને લોકો એવું માને છે કે ફ્લાઈટમાં સાથે બેસીને પણ પોતપોતાના ફોનમાં મશગૂલ રહેવા કરતાં અલગ અલગ બેસીને પોતાની જાત સાથે ક્વોલિટી આરામ કરવો વધુ સારો છે.