ગુવાહાટીઃ વિરાટ કોહલી રવિવારે તિરુવનન્તપુરમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની પ્રથમ મૅચમાં વન-ડે કારકિર્દીની પંચાવનમી સદી ફટકારવા ઉપરાંત આ ફૉર્મેટમાં 15,000 રન પૂરા કરનાર સચિન પછી વિશ્વનો બીજો ખેલાડી બન્યો એનું તેને આઇસીસી રૅન્કિંગ (RANKINGS)માં બમ્પર ઇનામ મળ્યું છે. એક સમયનો વર્લ્ડ નંબર-વન વિરાટ નંબર-ટૂ પર આવી ગયો છે.
પાંચમી નવેમ્બરે જિંદગીના 38 વર્ષ પૂરા કરનાર વિરાટ કોહલી (Virat Kohli) રવિવારે કૅરિબિયનો સામે 139 રનની મૅચ-વિનિંગ અણનમ ઇનિંગ્સ રમ્યો હતો. તેના રેટિંગ પૉઇન્ટ વધીને 796 થઈ ગયા છે. તે જુલાઈ, 2022 બાદ પહેલી વખત આટલા પૉઇન્ટ પર પાછો આવ્યો છે.
Records and Virat Kohli! 📖✍️
— BCCI (@BCCI) September 29, 2026
Two things that simply go hand in hand 🤝#TeamIndia | @mflone_ | @imVkohli pic.twitter.com/xnRXwVoE5v
વિરાટે રવિવારની શાનદાર સેન્ચુરી સાથે રૅન્કિંગમાં ઊંચી છલાંગ લગાવી છે. તેણે ન્યૂ ઝીલૅન્ડના ડેરિલ મિચલને પાછળ રાખી દીધો છે. તે હવે નંબર-વન પર ઘણા દિવસથી જમાવટ કરનાર શુભમન ગિલથી બહુ દૂર નથી. ગિલના 816 પૉઇન્ટ છે. રવિવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ગિલે (110 રન) પણ શાનદાર સદી ફટકારી હતી.
ચાઇનામૅન સ્પિનર કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડિઝ સામેની રવિવારની મૅચમાં ચાર વિકેટ લીધી હતી જે બદલ એ દિવસે તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર તો મળ્યો જ હતો. હવે આઇસીસીના રૅન્કિંગમાં પણ તેને રૅન્કિંગમાં સુધારાના રૂપમાં ઇનામ મળ્યું છે. તે નવમા સ્થાનેથી પાંચમા નંબર પર આવી ગયો છે.