Mon Aug 24 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ થયા બ્રિટનના પીએમ કીર સ્ટાર્મરથી નારાજ? જાણો નવો વિવાદ...

New York City   2026-03-02 19:40:32
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ મધ્યપર્વના યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મર પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કે, તેઓ બ્રિટિસ વડાપ્રધાનથી નારાજ છે. આખરે શા કારણે ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન કીર સ્ટાર્મરથી નારાજ છે? સૂત્રોના જણાવ્યાં પ્રમાણે વડાપ્રધાન કીર સ્ટાર્મરે અમેરિકાને ઈરાન પર હુમલો કરવા માટે ડિએગો ગાર્સિયા ટાપુનો ઉપયોગ કરવાની પરવાનગી નહોતી આપી તેના કારણે ટ્રમ્પ નારાજ થયાં છે. શું આના કારણે બ્રિટન અને અમેરિકાનાં સંબંધો પર કઈ અસર થશે?

ટાપુનો ઉપયોગ કરવાની બ્રિટને ના પાડી દીધી

ડિએગો ગાર્સિયા ટાપુએ હિંદ મહાસાગરમાં આવેલોમાં એક ટાપું છે, જે બ્રિટિસ સેનાનો અડ્ડો પણ છે. આ ટાપુ પરથી અમેરિકા ઈરાન પર હુમલો કરવા માંગતું હતું, પરંતુ બ્રિટનના પીએમએ ચોખ્ખી ના પાડી દીધી હતી. ટ્રમ્પનું કહેવું છે કે, અમારા દેશો વચ્ચે પહેલા આવું ક્યારેય થયું નથી. તો પછી વડા પ્રધાન કીર સ્ટાર્મર શા માટે અમેરિકાને ડિએગો ગાર્સિયા ટાપુનો ઉપયોગ કરવાના ના પાડી હશે? તેના સવાલો અત્યારે થઈ રહ્યાં છે. અમેરિકા પોતાના આ યુદ્ધમાં દરેક દેશને સામેલ કરવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે. 

આખરે શા માટે બ્રિટિશ વડા પ્રધાને પરવાનગી ના આપી?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આંતરરાષ્ટ્રીય કાયદાનો હલાવો આપીને બ્રિટને ડિએગો ગાર્સિયા ટાપુ અને આરએએફ ફેરફોર્ડ જેવા બેઝ પરથી અમેરિકાને હુમલો કરવાની પરવાનગી નહોતી આપી. ચોક્કસ અને મર્યાદિત રક્ષણાત્મક હેતુઓ માટે અમેરિકાને ડિએગો ગાર્સિયા સુધી જઈ શકતે તેવી મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અહીંથી ઈરાન પર હુમલો કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી.

બ્રિટનના વડા પ્રધાનને એક વીડિયો સંદેશમાં જાહેર કર્યો

બ્રિટનના વડા પ્રધાનનું કહેવું છે કે, આ યુદ્ધ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. એટલું જ નહીં પરંતુ તેમણે તેમણે એક વીડિયો સંદેશમાં જાહેર કરીને સ્પષ્ટતા કરી અને ખાડી દેશોમાં બ્રિટિશ નાગરિકો અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. એક્સ પર પોસ્ટ કરતા બ્રિટિસ પીએમમે લખ્યું કે, ગઈકાલે મેં તમારી સાથે ગલ્ફની પરિસ્થિતિ વિશે વાત કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે યુનાઇટેડ કિંગડમ ઈરાન પરના હુમલામાં સામેલ નહોતું.