Sat Oct 03 2026

Logo

એમપીમાં ચમત્કાર કે સંયોગઃ એન્જિનિયર અને ટેક્નોલોજી પણ 'ફેલ', હનુમાનજીની મૂર્તિ ખસેડવામાં કેમ આવી રહી છે અડચણ?

2026-09-08 21:43:00
Author: Mumbai Samachar Team
એમપીમાં ચમત્કાર કે સંયોગઃ એન્જિનિયર અને ટેક્નોલોજી પણ 'ફેલ', હનુમાનજીની મૂર્તિ ખસેડવામાં કેમ આવી રહી છે અડચણ?

ઉજ્જૈનઃ જ્યાં વિજ્ઞાના પ્રયોગ પૂરા થાય છે ત્યાં ધર્મના યોગ શરૂ થાય છે. આ વાત સમયાંતરે સાચી સાબિત થઈ છે. કઠણાઈ ભર્યા કળયુગમાં અનેક એવી ઘટનાએ માણસ જીવને એવો અહેસાસ કરાવ્યો છે કે ધર્મની તાકાત હોય ત્યાં સાયન્સના પાવર ફેલ થઈ જાય. આવો જ એક કિસ્સો હવે ધર્મનગર ઉજ્જૈનમાંથી સામે આવ્યો છે. જ્યાં રસ્તો પહોળો કરવા જતા 170 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમાને જ્યારે ખસેડવાનો વારો આવ્યો ત્યારે ભલભલાના પરસેવા છૂટી ગયા અને બાંવળા દુખી ગયા.  ઉજ્જૈનમાં સિંહસ્થ કુંભમેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રસ્તા પહોળા કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આ માહોલ વચ્ચે એક અનોખો કિસ્સો સામે આવ્યો. 

શા માટે દૂર કરવામાં આવે છે મૂર્તિ?

કંઠાલથી છત્રી ચોકના માર્ગ પર આશરે 170 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમાને નવી જગ્યાએ શિફ્ટ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને એન્જિનીયર્સની ટીમ કામે લાગી હતી. બે દિવસ સુધી મનતોડ અને તનતોડ મહેનત કર્યા બાદ આખરે પ્રયાસો હાર્યા અને હનુમાનજી જીત્યા. પ્રતિમાને એક ઈંચ તો શું અડધો ઈંચ પણ હલાવી શકાઈ નથી. આ પ્રતિતમાં ન હટતા વહીવટી તંત્રએ અહીંયા સુરક્ષાના કારણોસર એક ટેન્ટ લગાવી દીધો છે. ગજાનન અને હનુમાનજીની કૃપાથી માહોલ સંપૂર્ણ રીતે ભક્તિમય થયો અને પ્રતિમા પોતાના સ્થાને અડગ રહી. સ્થાનિકો આને ચમત્કાર અને દેવોની શક્તિ માનવી રહ્યા છે. ઈશ્વરની ઈચ્છા માનીને આખરે પ્રતિમાને હટાવવાનો નિર્ણય પડતો મૂકાયો હતો. મૂર્તિને હટાવવાનો પ્રયાસ કરતા સ્થાનિકો અને ધર્મપ્રેમી જનતાનો આક્રોશ સાતમા આસમાને પહોંચ્યો હતો. મંગળવારે મંદિરના પરિસરમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા અને નાગરિકોએ અહીંયા મહાઆરતી કરી હતી. પૂજારી સુલભ શર્મા તથા મંદિર સમિતીના સભ્યએ કહ્યું કે, જ્યાં મંદિરના બન્ને માર્ગ છે તો વહીવટી તંત્રએ પોતાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરવો જોઈએ. 

મંદિરના પૂજારીની માગ

મંદિરના પૂજારીએ માગ કરી હતી કે, વહીવટી તંત્ર પહેલા લેખિતમાં ખાતરી આપે કે, કોઈ જ વસ્તુઓનું નુકસાન કર્યા વગર જ સુરક્ષિત રૂપે ટાંકી ચોક પર મંદિર બનશે અને મૂર્તિનું સ્થાપન કરવામાં આવશે. અન્યથા પ્રતિમાને હાથ પણ લગાવવા દેવામાં નહીં આવે. ઉજ્જૈન જ નહીં પણ ઈન્દૌરથી પણ ખાસ બોલાવવામાં આવેલા ટેકનિકલ એક્સપર્ટ અને એન્જિનીયર્સ સતત બે દિવસથી મહેનત કરી રહ્યા હતા. મૂર્તિમાં કોઈ તિરાડ ન પડે અને તૂટે નહીં એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું. મંદિર પાસે આવેલા આ જ માર્ગ પરથી પ્રભુ મહાકાલની સવારી નીકળવાની છે. જિલ્લા વહીવટી તંત્ર પાસે સમય ઓછો અને કામનું પ્રેશર વધારે છે. મામલાની સંવેદનશીલતદાને પ્રાથમિકતા આપી હાલમાં કોઈ ઉતાવળ કર્યા વગર કામ પાર પાડવાનો નિર્ણય લેવાયો છે, તલાટી શૈફાલી જૈને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્રની યોજના મૂર્તિને સંપૂર્ણ રીતે, પૂરા સન્માન સાથે અને સુરક્ષા સાથે ટાંકી ચોક પાસે સ્થાપિત કરવાની છે. આ માટે મૂર્તિની આસપાસ દોઢ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. હવે મશીનની મદદથી મૂર્તિને એના આધાર સાથે, અંદરની સંરચના સાથે આસપાસની માટીનું સ્કેનિંગ કરીને કામ કરવામાં આવશે.