મુંબઈ: ફ્લાઇદુબઇની ફ્લાઇટની ઘટનામાં બહાદુરી દેખાડનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છરનું નામ હાલ ચર્ચામાં છે. તેમજ લોકોમાં હાલ તેમની અટક મચ્છરને લઇને કુતૂહલ છે. ત્યારે આવો જાણીએ તેમની અટક પાછળનો રસપ્રદ ઇતિહાસ.
સ્મિત મચ્છર ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમુદાયના
આ અંગે એક ગુજરાતી પત્રકાર શીલા ભટ્ટે જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમુદાયના છે. 'X'પરની એક અલગ પોસ્ટમાં શીલા ભટ્ટે લખ્યું છે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ સભ્ય અને ભાજપના ગુજરાતી સેલના ભૂતપૂર્વ વડાએ જેઓ સ્મિત મચ્છર અને તેમના પરિવારને દાયકાઓથી ઓળખે છે. તેમને કહ્યું હતું કે, કેપ્ટન સ્મિત મચ્છર ગુજરાતી બ્રહ્મક્ષત્રિય સમુદાયના છે. તેઓ હલારી શાખાના છે. તેમનામાં નાગર બ્રાહ્મણ અને ક્ષત્રિય એમ બંનેનું મિશ્રણ જોવા મળે છે.
We Indians are like this only! We are inquisitive and curious.
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) October 1, 2026
So many are wondering, in my WhatsApp chats, why captain Smit’s surname is machchhar?
In Gujarat it’s not an unheard of surname.
The members of Nagar community have such surnames like Hathi(elephant),… pic.twitter.com/IIJ4UjO8Yx
'મચ્છર' એ પણ એક પ્રચલિત ગુજરાતી અટક
આ ઉપરાંત ગુજરાતમાં આવાં ઘણાં અટક-નામો જોવા મળે છે. જેમાં 'હાથી', 'ઘોડા', 'માંકડ' અને 'પોપટ' જેવાં પારિવારિક નામોનો સમાવેશ થાય છે. હકીકતમાં 'મચ્છર' એ પણ એક પ્રચલિત ગુજરાતી અટક છે જે નાગર બ્રાહ્મણો અને લોહાણા (સિંધ અને કચ્છના મૂળના વેપારી સમુદાય) જેવા સમુદાયોમાં જોવા મળે છે.
મચ્છર' અટકનું ચોક્કસ મૂળ હજુ પણ અસ્પષ્ટ
જોકે 'મચ્છર' અટકનું ચોક્કસ મૂળ હજુ પણ અસ્પષ્ટ છે. તેમ છતાં પ્રોફેસર વિનોદિની નીલકંઠે 1942માં પ્રકાશિત તેમના પુસ્તક ગુજરાતી અટકોનો ઇતિહાસમાં રમૂજી કે વ્યંગાત્મક ઉપનામોમાંથી ઉતરી આવેલી અટકો માટે એક સંપૂર્ણ વિભાગ ફાળવ્યો હતો. તેમાં તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે વ્યક્તિગત લાક્ષણિકતાઓ સમય જતાં કૌટુંબિક ઓળખમાં પરિવર્તિત થઈ શકે છે.
ઐતિહાસિક રીતે શિક્ષિત સમુદાય
નીલકંઠનો સિદ્ધાંત આ અટકને 'મત્સર ' સાથે જોડે છે અને નોંધે છે કે પેઢીઓ દરમિયાન આ શબ્દના ઉચ્ચારણમાં ફેરફાર થયો હતો. પત્રકાર ભટ્ટે નાગર સમુદાયનું વર્ણન ઐતિહાસિક રીતે શિક્ષિત સમુદાય તરીકે કર્યું હતું.જે વહીવટી તંત્ર અને વિદ્યાભ્યાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો હતો.