અમદાવાદઃ ગુજરાતના પ્રભાવશાળી કોળી સમાજમાં હાલમાં આંતરિક વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. સમાજ પર વર્ચસ્વ જમાવવા ભાજપના બે દિગ્ગજો વચ્ચે ખુલ્લો જંગ છેડાયો છે અને દિલ્લીમાં શક્તિપ્રદર્શન કરશે. એક તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં 14 જૂને અધિવેશનનું આયોજન થયું છે, તો બીજી તરફ 21 જૂને વિરેન્દ્ર કશ્યપના નેતૃત્વમાં બીજું અધિવેશન યોજાશે, જેને ધારાસભ્ય હીરા સોલંકીનું સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાંધીનગરમાં થયેલી બેઠકો છતાં કોઈ સમાધાન ન આવતા સમાજમાં અસમંજસની સ્થિતિ છે.
શું છે મામલો
વિવાદનું મુખ્ય કેન્દ્ર 'અખિલ ભારતીય કોળી સમાજ' સંગઠનના રાષ્ટ્રીય પ્રમુખપદ અને વર્ચસ્વ અંગેનો છે. ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પોતાને સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ માને છે. વર્ષ 2020માં અજમેર ખાતે મળેલી રાષ્ટ્રીય કાર્યકારણીની બેઠકમાં વિવાદ થયો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. બીજી તરફ, રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી (પરષોત્તમ સોલંકીના ભાઈ) પણ અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતના પ્રમુખ હોવાનો દાવો કરે છે અને પોતાના જૂથનું વર્ચસ્વ વધારવા સક્રિય છે.
મુંબઈ સમાચારે આ અંગે ટૉક શો કર્યો હતો. જેમાં ગુજરાતના જાણીતા રાજકીય વિશ્લેષક અને પત્રકાર જગદીશ મહેતા એ તેમના વિચાર રજૂ કર્યા હતા. જગદીશ મહેતા એ કહ્યું કે સમાજના અગ્રણીઓનું માનવું છે કે, આ લડાઈ સામાજિક એકતા માટે નહીં પરંતુ રાજકીય વર્ચસ્વ સાબિત કરવા માટેની છે. આ આંતરિક ખેંચતાણને કારણે સમાજના સામાન્ય કાર્યકરો અને હોદ્દેદારો મૂંઝવણમાં મુકાયા છે. જો આ વિવાદ વહેલી તકે ઉકેલવામાં નહીં આવે, તો આવનારા સમયમાં કોળી સમાજમાં બે મોટા ફાંટા પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
આ ઉપરાંત જગદીશ મહેતાએ ટૉક શોમાં આવનારા સમયમાં અનેક સામાજિક સમીકરણો રચતા જોવા મળશે અને આવનારી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પર તેની ગંભીર અસરો જોવા મળશે. જેમકે દરેક સમાજના યુવા વર્ગમાં અત્યારે બની બેઠેલા નેતાઓ પર અસંતોષ છે અને તેને કારણે Gen -z ખાસ કરીને સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓના નેતૃત્વ પર સવાલો કરશે અને પરિવર્તનની આંધી ફૂંકશે.
કોક્રોચ પાર્ટીને ભલે બધા હળવાશથી અને મજાકમાં લઇ રહ્યા હોય પણ Gen -z હવે રાજકીય અને દેશના મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા આપશે અને આવવનારા સમયમાં મહત્વની ભૂમિકા પણ ભજવશે .. જેથી કોળી સમાજમાં પણ આવતીકાલે એટલે કે 11 જુન ના રોજ સાંજે કોળી સમાજના યુવાઓ ખાસ કરીને Gen -z દિલ્હીમાં થનારા અધિવેશન અને સમાજના મુદ્દાઓ પર ચર્ચા કરવા બોટાદમાં એકઠા થવાના છે ત્યારે કોળી સમાજના બની બેઠેલા નેતાઓ માટે કદાચ આવરો સમય કપરો રહેશે. હવે કદાચ ન વિચાર્યું હોય તેવા સમાચાર પણ આવી શકે છે .