વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે રવિવારે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટનો નકશો પોસ્ટ કર્યો અને તેને અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો. હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાભરમાં તેલ, પ્રાકૃતિક ગેસ અને અન્ય સામાનની સપ્લાય માટે એક મહત્વનો દરિયાઇ રસ્તો છે.
પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં તેમણે એક મેપની તસવીર શેર કરી જેમાં તે મહત્વના ચેક પોઇન્ટ (સાંકડો સમુદ્રી રસ્તો) રાઉન્ડ બનાવ્યું. 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ ઇરાને તેને બંધ કરી દીધું છે અને ત્યારે પણ અમેરિકાનો નવો વિસ્તાર ગણાવ્યો હતો.
'બહુ જલદી હોર્મુઝને અમેરિકાનો વિસ્તાર જાહેર કરીશ'
ટ્રંપે આ અગાઉ 18 ઓગસ્ટે આ જ તસવીર પોસ્ટ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ સૌથી પહેલા 15 ઓગસ્ટે આને હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો હિસ્સો જાહેર કરવાની વાત કરી હતી. ન્યૂયોર્કમાં એક રેલી દરમ્યાન તેમણે કહ્યું, "ઇરાનને બહુ ખરાબ રીતે હરાવ્યા બાદ જલદી હું હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો વિસ્તાર જાહેર કરીશ" તેમણે વધુમાં કહ્યું, "આ સત્ય છે"
ઇરાન શું કહે છે?
એક તરફ હોર્મુઝ સામુદ્રધુની પર ઈરાન પોતાનું નિયંત્રણ હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ ટ્રંપનો દાવો છે કે આ સામુદ્રધુની પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ છે. ઈરાને શનિવારે જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહેશે અને જ્યાં સુધી અમેરિકા પોતાના વચનો પૂરા નહીં કરે અને પોતાનું વર્તન નહીં સુધારે ત્યાં સુધી તે નહીં ખુલે.
ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રમુખ મોહસિન રેજાઈએ સરકારી ટેલિવિઝન પર જણાવ્યું, "અમેરિકી દાવાઓ છતાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને જ્યાં સુધી અમેરિકા પોતાનું વર્તન નહીં સુધારે, ત્યાં સુધી તે નહીં ખુલે." તેમણે કહ્યું, "આ વખતે અમેરિકાએ સૌથી પહેલા પોતાની જવાબદારીઓ પૂરી કરવી પડશે."
રેજાઇએ કહ્યું, "અમે બધા દેશોનો કહીએ છીએ...કે અમેરિકા દ્વારા શરુ કરવામાં આવેલા આર્થિક જંગમાં સામેલ ન થાઓ" તેમણે કહ્યું, "અમારી ઉપર આર્થિક પ્રતિબંધ લગાવવામાં સામેલ કોઇ પણ દેશને દુશ્મન માનીશું."