Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં સિઝનનો કુલ 25 ઇંચ વરસાદ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો

2026-08-12 12:33:00
Author: Mayur Patel
અમદાવાદમાં સિઝનનો કુલ 25 ઇંચ વરસાદ, જાણો કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ પડ્યો

અમદાવાદઃ અમદાવાદમાં સિઝનનો કુલ વરસાદ 25 ઇંચ પહોંચી ગયો છે. જોધપુર વિસ્તારમાં સૌથી વધુ વધારે વરસાદ પડ્યો છે.

અમદાવાદના કયા ઝોનમાં કેટલો વરસાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ,  દક્ષિણ-પશ્ચિમ  ઝોનમાં સૌથી વધુ 30.48 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમમાં 29.77 ઇંચ અને સેન્ટ્રલ ઝોનમાં 25.94 ઇંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમ ઝોનમાં 25.23 ઇંચ,  ઉત્તર ઝોનમાં 21.09 ઇંચ, દક્ષિણ ઝોનમાં 20.92 ઇંચ અને પૂર્વ ઝોનમાં 18.62 ઇંચ વરસાદ નોંધાયો છે.

લાંભામાં સૌથી ઓછો વરસાદ

વિસ્તારવાર જોઈએ તો, 23 જુલાઈથી અત્યાર સુધીમાં જોધપુરમાં સૌથી વધુ 29.06 ઇંચ વરસાદ નોંધાયો છે, ત્યારબાદ મક્તમપુરામાં 28.92 ઇંચ, ચાંદખેડામાં 27.68 ઇંચ અને થલતેજમાં 27.01 ઇંચ વરસાદ નોંધાયો છે. લાંભામાં સૌથી ઓછો 14.11 ઇંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં આજે પણ વરસાદની આગાહી

હવામાન વિભાગે બુધવારે પણ અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડવાની આગાહી કરી છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એક કે બે સ્પેલમાં વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

આગામી કેટલાક દિવસો સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. IMD એ બુધવારે પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અલગ-અલગ સ્થળોએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 18ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની ધારણા છે, જોકે બુધવાર પછી તેની તીવ્રતા ઘટવાની શક્યતા છે.