કતારને 6-0થી કચડી નાખ્યું: મૅચ બાદ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી
વૅનકુવર (કૅનેડા): ફિફા વર્લ્ડ કપના એક યજમાન કૅનેડા (Canada)એ 96 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં પહેલી જ વખત મૅચ જીતવાની અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.
કેનેડાએ 52,497 પ્રેક્ષકોની હાજરીમાં (ભારતીય સમય અનુસાર શુક્રવારે મળસ્કે) કતારને 6-0થી કચડી નાખ્યું હતું. જોકે ઇસ્માયેલ કોનૅ નામના કૅનેડિયન ખેલાડીને ગંભીર ઈજા થઈ હતી. કતારના હરીફ ખેલાડીના સિરિયસ ફાઉલને કારણે કોનૅનો પગ ભાંગ્યો હતો અને તેણે સર્જરી કરાવવી પડશે એવું તેને તાબડતોબ હૉસ્પિટલમાં લઈ જવાયા બાદ ડૉક્ટરે જણાવ્યું હતું. મૅચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝપાઝપી (Scuffle) થઈ હતી. ખાસ કરીને બંને ટીમના સપોર્ટ સ્ટાફના મેમ્બર્સ સામસામે આવી ગયા હતા.

ઈસ્માયેલની ઈજા ગંભીર, હાડકું તૂટ્યાનો અવાજ અમને સંભળાયો: કોચ
53મી મિનિટમાં એક તબક્કે બૉલ પર કબજો મેળવવાના પ્રયાસમાં કતારના પ્લેયર અસિમ મેડીબોએ પગ વચ્ચે નાખીને અને પુશ કરીને કોનૅને નીચે પાડ્યો હતો. રેફરીએ પહેલાં તો અસિમને યલો કાર્ડ બતાવ્યું હતું, પરંતુ રિવ્યુ જોયા બાદ તેને રેડ કાર્ડ બતાવીને મૅચમાંથી કાઢી મૂક્યો હતો. કૅનેડાની ટીમના કોચ જેસી માર્શનું પત્રકારોને એવું કહેવું હતું કે ‘કોનૅને ખૂબ ગંભીર ઈજા થઈ છે. કતારના ખેલાડીના ફાઉલને લીધે કોનૅનો પગ તૂટ્યો ક્યારે નજીક ઊભેલા અમને સૌને એ ક્રેકનો અવાજ સુધ્ધા સંભળાયો હતો. તમે જ વિચારો, તેની ઈજા એટલી હદે ગંભીર હતી. અમારી ટીમને 6-0થી શાનદાર વિજય મેળવ્યો એનું સેલિબ્રેશન કરવા કરતાં અમે અમારા લાડલા ખેલાડી કોનૅની ઈજા વિશે વધુ ચિંતિત હતા.'
#WATCH: In the 52nd minute, Canadian midfielder Ismaël Koné was stretchered off the field with an injury to his left leg. Assim Madibo was assessed a red card on the play, leaving Qatar with nine men.
— CTV News (@CTVNews) June 19, 2026
LIVE UPDATES: https://t.co/teZy18kp5p pic.twitter.com/vaGYBCLrtm
છમાંથી ત્રણ ગોલ ડેવિડે કર્યા
કતાર સામે કૅનેડા વતી છમાંથી ત્રણ ગોલ જોનથન ડેવિડે 29મી, 48મી અને 92મી મિનિટમાં કર્યા હતા. લૅરિન અને સૅલિબાએ એક-એક ગોલ કર્યો હતો, જ્યારે કતારના ખેલાડી મેનાઈથી 75મી મિનિટમાં ઑન ગોલ થઈ જતાં કૅનેડાએ છેવટે 6-0થી વિજય મેળવ્યો હતો.
Canada's first ever World Cup win... what a historic night for Jesse Marsch and his squad 🇨🇦👏 pic.twitter.com/uR11vTtkir
— OneFootball (@OneFootball) June 19, 2026
60 વર્ષે કૅનેડિયન ખેલાડી રેકૉર્ડ બુકમાં
કૅનેડાનો જોનથન ડેવિડ વર્લ્ડ કપના છેલ્લા 60 વર્ષના ઇતિહાસનો એવો પ્રથમ ખેલાડી છે જેણે યજમાન ટીમના ખેલાડી તરીકે વિશ્વ કપની મૅચમાં હૅટ-ટ્રિક ગોલ કર્યા છે. આ પહેલાં 1966માં ઇંગ્લૅન્ડના જ્યોફ હર્સ્ટે ઘરઆંગણે રમાયેલા વિશ્વ કપની ફાઈનલમાં હૅટ-ટ્રિક ગોલ કર્યા હતા.
ગ્રૂપ-બીમાં કૅનેડા 4 પોઇન્ટ સાથે અગ્રેસર
ગ્રૂપ-બીમાં કૅનેડા ચાર પોઇન્ટ સાથે મોખરે છે. સ્વિટઝરલૅન્ડના પણ ચાર પોઇન્ટ છે, પરંતુ ગોલ ફરક લીધે એ બીજા સ્થાને છે.