Wed Sep 02 2026

Logo

એસટી સ્ક્રૂટિની પેનલની મહિલા અધિકારી 2.50 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ

2026-03-14 17:30:00
Author: Yogesh D. Patel
એસટી સ્ક્રૂટિની પેનલની મહિલા અધિકારી 2.50 લાખની લાંચ લેતાં રંગેહાથ પકડાઇ

થાણે: થાણેમાં એક વ્યક્તિ પાસે તેના પરિવારના સભ્યોની ફાઇલ ક્લીયર કરવા માટે 2.50 લાખ રૂપિયાની કથિત લાંચ માગવા અને સ્વીકારવા બદલ અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર ચકાસણી સમિતિ (શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ સર્ટિફિકેટ સ્ક્રૂટિની કમિટી)ની મહિલા અધિકારીની એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ ધરપકડ કરી હતી.

થાણેના ચરઇ વિસ્તારમાં પોતાની ઓફિસમાં ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારતી વખતે એસીબીના અધિકારીઓએ સમિતિના કોંકણ ડિવિઝનની ડેપ્યુટી ડિરેક્ટર (ક્લાસ-1 અધિકારી) મીનાક્ષી એન. ઉન્હાળે (રિસર્ચ)ને શુક્રવારે પકડી પાડી હતી.

ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (એસીબી, રાયગડ-અલીબાગ) સરિતા ભોસલેએ જણાવ્યું હતું કે મીનાક્ષી ઉલ્હાળેએ ફરિયાદીની પત્ની અને પુત્રીની જાતિ ચકાસણીની ફાઇલ ક્લીયર કરવા માટે 2.50 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

દરમિયાન ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આથી એસીબીના રાયગડ યુનિટના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું અને ઉલ્હાળેને તેની કેબિનમાં લાંચ સ્વીકારતાં રંગેહાથ પકડી પાડી હતી. ઉલ્હાળે વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)