ડાર્વિનઃ બાંગ્લાદેશ 23 વર્ષ બાદ પહેલી વખત (2003 પછી પ્રથમ વાર) ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મૅચ રમી રહ્યું છે અને એમાં બાંગ્લાદેશના ઓપનર તેન્ઝિદ હસન (101 રન, 197 બૉલ, 308 બૉલ, એક છગ્ગો, આઠ ચોગ્ગા)એ ઇતિહાસ રચ્યો હતો.
તેન્ઝિદ (Tanzid) ઑસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સદી (Century) ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી ખેલાડી બન્યો હતો. શ્રેણીની આ પ્રથમ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના 198 રનના જવાબમાં બાંગ્લાદેશે શુક્રવારના બીજા દિવસે છ વિકેટે351 રન બનાવીને 153 રનની સરસાઈ મેળવી હતી.
ઑસ્ટ્રેલિયાના મુખ્ય બોલર્સ (મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, કૅમેરન ગ્રીન, પૅટ કમિન્સ, નૅથન લાયન) સહિત કુલ સાત બોલરની હાજરીમાં લેફ્ટ-હૅન્ડ ઓપનર તેન્ઝિદ કરીઅરની બીજી જ ટેસ્ટમાં આ સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ચમકી ગયો છે.
પચીસ વર્ષનો તેન્ઝિદ 40 વન-ડે તેમ જ 53 ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો છે જેમાં તેણે 1,100થી વધુ રન બનાવ્યા છે, પણ આ તેની બીજી જ ટેસ્ટ છે. તે વન-ડેમાં એક સદી ફટકારી ચૂક્યો છે.