Mon Oct 05 2026

Logo

Tarang Shakti 2026: ભારતમાં પહેલીવાર ઉતર્યા દુનિયાના સૌથી ખતરનાક ફાઇટર જેટ

2026-09-29 16:15:15
Author: Devayat Khatana
Tarang Shakti 2026: ભારતમાં પહેલીવાર ઉતર્યા દુનિયાના સૌથી ખતરનાક ફાઇટર જેટ

નવી દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીના જોધપુર આકાશમાં આ દિવસોમાં વિશ્વના સૌથી આધુનિક ગણાતા અમેરિકી F-35A લાઈટનિંગ II ફાઇટર જેટ્સ વિશેષ ચર્ચાનો વિષય બન્યા છે. ભારતની ધરતી પર યોજાઈ રહેલા 'તરંગ શક્તિ 2026' યુદ્ધાભ્યાસમાં આ પાંચમી પેઢીના સ્ટેલ્થ ફાઇટર વિમાનો પહેલીવાર ભાગ લઈ રહ્યા છે. 

જાપાનના મિસાવા એર બેઝની 13મી ફાઇટર સ્ક્વોડ્રનની આ ટુકડીમાં 6 F-35A વિમાનો અને 200થી વધુ અમેરિકી એરમેન જોધપુર પહોંચ્યા છે, જે ભારત-અમેરિકા રક્ષણાત્મક સહયોગમાં એક મોટું સીમાચિહ્ન છે.

F-35Aની મુખ્ય વિશેષતાઓ તેના અત્યાધુનિક સેન્સર્સ, અદ્યતન ડેટા શેરિંગ ટેક્નોલોજી અને શત્રુના રડારથી બચી શકવાની અદ્ભુત 'સ્ટેલ્થ' ક્ષમતામાં રહેલી છે. આ યુદ્ધાભ્યાસમાં માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયા, યુએઈ, ફ્રાન્સ, જર્મની, શ્રીલંકા અને બાંગ્લાદેશ સહિત કુલ 7 દેશોની વાયુસેનાઓ સક્રિયપણે જોડાઈ છે. 'પાવર ઇન પાર્ટનરશિપ' થીમ પર આધારિત આ મહાઅભ્યાસ 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી જોધપુરમાં યોજાઈ રહ્યો છે.

આ સંયુક્ત અભ્યાસ માત્ર હવામાં કરાતા દાવપેચ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં F-35 સાથે ભારતીય વાયુસેનાના રાફેલ, F-16 તેમ જ અન્ય મિલિટરી એરક્રાફ્ટ સાથે મળીને એરલિફ્ટ અને હવામાં જ ઇંધણ ભરવા જેવી જટિલ ક્ષમતાઓનું પણ સફળ પ્રદર્શન થઈ રહ્યું છે. વિવિધ દેશોની સેનાઓ વચ્ચે આંતર-ઓપરેશનલ તાલમેલ અને આત્મવિશ્વાસ વધારવા માટે આ કવાયત અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

સૈન્ય અભ્યાસો ઉપરાંત આ આયોજનમાં વ્યાવસાયિક સેમિનારો, ભારતીય એરોસ્પેસ અને સંરક્ષણ ઉદ્યોગની મુલાકાતો, સાંસ્કૃતિક વારસાની મુલાકાતો અને યોગ સત્રો જેવા કાર્યક્રમો પણ સામેલ કરવામાં આવ્યા છે. આ વિવિધ સાંસ્કૃતિક અને વ્યાવસાયિક ગતિવિધિઓનો મૂળ ઉદ્દેશ્ય ભાગ લેનાર તમામ મિત્ર રાષ્ટ્રો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે પરસ્પર સમજ અને મૈત્રીપૂર્ણ ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.