(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ છેલ્લા બે દિવસથી શહેરમાં ભારે અને અવિરત વરસાદ પડી રહ્યો છે. વધુમાં, ભારતીય હવામાન વિભાગ (આીએમડી) એ બુધવાર, 8 જુલાઈ, 2026 ના રોજ સવારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને અને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે, સુરત જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીથી મંગળવારે જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું હતું કે હવામાન વિભાગ દ્વારા 7 જુલાઈના રોજ મોડી રાત્રે જારી કરાયેલ બુલેટિન અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી મળેલા સૂચનોના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.આદેશ હેઠળ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર, સુરત જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને ગ્રામીણ વિસ્તારોની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને 8 જુલાઈ, બુધવારના રોજ રજા રહેશે. આ ઉપરાંત, જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ભણતા બાળકો માટે પણ રજા જાહેર કરવામાં આવી છે.
સુરત જળબંબાકાર! મંદિરોથી લઈને અંડરપાસ સુધી સર્વત્ર પાણી જ પાણી | Surat Rains
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 7, 2026
ધોધમાર વરસાદ બાદ સુરત શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
#Surat #SuratRain #HeavyRain #Waterlogging #Kim #Kosad #SaharaDarwaja #SMC #GujaratRain #GujaratiNews
Surat Rain News,… pic.twitter.com/yCRpB08ldc
જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે ભારે વરસાદ દરમિયાન શાળાએ જતી વખતે અને આવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિદ્યાર્થીઓની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા બાદ જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે શાળાઓમાં રજા પણ જાહેર કરી હતી.