અમદાવાદઃ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં પાણી ભરાવાથી ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. રેલવે દ્વારા મળતી માહિતી અનુસાર 7મી જુલાઈએ અમુક ટ્રેન રદ કરવાની ફરજ રેલવેને પડી હતી. આ યાદી મુજબ ટ્રેન નં. 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, ટ્રેન નં. 19255 સુરત-મહુવા એક્સપ્રેસ, ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ (તારીખ 09.07.2026), ટ્રેન નં. 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ (તારીખ 07.07.2026), ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬),
ટ્રેન નં. ૧૨૯૪૧ ભાવનગર ટર્મિનસ-આસનસોલ એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬), ટ્રેન નં. ૧૨૯૪૨ આસનસોલ-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ (તારીખ ૦૯.૦૭.૨૦૨૬), ટ્રેન નં. ૧૯૪૧૮ અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (તારીખ ૦૬.૦૭.૨૦૨૬), ટ્રેન નં. ૧૯૪૧૭ બોરીવલી-વટવા એક્સપ્રેસ (તારીખ ૦૯.૦૭.૨૦૨૬) રદ કરવામાં આવી હતી. ટ્રેન નં. ૧૯૨૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (તારીખ ૦૭.૦૭.૨૦૨૬) અમદાવાદ સ્ટેશનથી થોડા સમય માટે મોડી ઉપડશે, તેવી માહિતી રેલવેના સૂત્રોએ આપી હતી.