મુંબઈ: આજે ભારતીય શેર બજાર પર કારોબાર શરુ થતાની સાથે જ મોટું ગાબડું પડ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 800 પોઈન્ટના ઘટાડા સાથે 73,732 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એકચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 290 પોઈન્ટના ઘટાડા સાથે 22,824 પર ખુલ્યો. બજાર ખુલતાન થોડી જ વારમાં સેન્સેક્સ 1,281 પોઈન્ટના ઘટાડા સાથે 73,254 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 400 પોઈન્ટના ઘટાડા સાથે 22,714 પર પહોંચી ગયો.
NSE પર માત્ર 246 શેર વધારા સાથે ગ્રિન સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં, જ્યારે 2,356 ઘટાડા સાથે રેડ સિગ્નલમાં ટ્રેડ કરી રહ્યા હતાં. તમામ સેક્ટરલ ઇન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ઓટો, મીડિયા, બેંકિંગ, મેટલ અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં લગભગ 2%નો ઘટાડો નોંધાયો.
નિફ્ટી પર શરૂઆતના કારોબારમાં હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને HDFC બેંકના શેરોનમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો, મેક્સ હેલ્થકેર અને ONGC ના શેરમાં વધારો નોંધાયો.
રૂપિયો વધુ તુટ્યો:
ડોલર સામે ભારતીય રૂપિયો વધુ નબળો પડ્યો અને ઐતિહાસિક નીચા સ્તરે પહોંચી ગયો. યુએસ ડોલર સામે રૂપિયો 93.84 પર પહોંચ્યો. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરુ થયા બાદ રૂપિયાના મુલ્યમાં 3%નો ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક બજારોમાં ધોવાણ:
આજે સોમવારે એશિયન બજારો પર શરૂઆતના કારોબારમાં મોટો ઘટાડો નોંધાયો. જાપાનના નિક્કી-225માં 5% થી વધુનો ઘટાડો નોંધાયો. શુક્રવારે યુએસ બજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતાં. S&P 500 છ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો. Nvidia, Tesla અને Metaverse ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.