Sun Sep 06 2026

Logo

સ્પેને ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપ્યો, અમેરિકન ફાઇટર જેટ માટે એરસ્પેશ બંધ કર્યો

Madrid   2026-03-30 18:14:10
Author: Chandrakant Kanoja
સ્પેને ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપ્યો, અમેરિકન ફાઇટર જેટ માટે એરસ્પેશ બંધ કર્યો

Donald Trump & Margarita Robles


મેડરીડ : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સ્પેને  ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપ્યો છે. સ્પેને ઈરાન પર હુમલા કરતા અમેરિકન ફાઇટર જેટ માટે એર સ્પેશ પર પ્રતિબંધ મુક્યો છે. આ નિર્ણય સંયુક્ત રીતે સંચાલિત લશ્કરી બેઝ ઉપયોગના પ્રતિબંધનું  વિસ્તરણ છે. સ્પેનના સંરક્ષણ પ્રધાન માર્ગારીટા રોબલ્સે સોમવારે આ જાહેરાત કરી હતી. 

સ્પેન કોઈપણ રાષ્ટ્રનું ગુલામ નહીં બને

આ પૂર્વે અમેરિકાએ મોરોન એર બેઝ પર B-52 અને B-1 બોમ્બર્સ તૈનાત કરવાનું વિચાર્યું હતું, પરંતુ બાદ તેણે આ યોજના પડતી મૂકી હતી.  સ્પેનના સંરક્ષણ પ્રધાન  માર્ગારીટા રોબલ્સે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમના દેશે માત્ર રોટા અને મોરોન લશ્કરી બેઝ ઉપયોગ કરવાનો ઇનકાર  નથી  પરંતુ  બ્રિટન અથવા ફ્રાન્સ  થી આવતા અમેરિકા સ્પેનિશ હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ આપવાનો પણ ઇનકાર કરશે. વડા પ્રધાન પેડ્રો સાંચેઝની સરકારે આને "ગેરકાયદે યુદ્ધ" ગણાવ્યું અને જાહેર કર્યું કે સ્પેન કોઈપણ રાષ્ટ્રનું ગુલામ નહીં બને.

સ્પેનના નિર્ણયથી નાટોની એકજૂથતા પર અનેક પ્રશ્નો

સ્પેનના  નિર્ણયથી નાટોની એકજૂથતા પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.  સ્પેને પહેલાથી  ઈરાન પર હુમલા માટે યુએસ ટેન્કર અને ફાઇટર એરક્રાફ્ટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે  તેના હવાઈ ક્ષેત્ર બંધ થવાથી યુએસ એરક્રાફ્ટને લાંબો રસ્તો અપનાવવાની ફરજ પડશે.  જેના પરિણામે ઓપરેશનલ ખર્ચ અને પરિવહન સમયમાં વધારો થશે.