Mon Oct 05 2026

Logo

6-7 કેચ છોડ્યા, ડેથ ઓવર્સમાં પણ ફેલ...મુલ્લાંપુર ODIમાં હાર પછી કપ્તાન શુભમન ગિલનો પારો છટ્ક્યો, ખેલાડિયોને આપી વોર્નિંગ

2026-10-04 08:57:59
Author: Mumbai Samachar Team
6-7 કેચ છોડ્યા, ડેથ ઓવર્સમાં પણ ફેલ...મુલ્લાંપુર ODIમાં હાર પછી કપ્તાન શુભમન ગિલનો પારો છટ્ક્યો, ખેલાડિયોને આપી વોર્નિંગ

ભારત અને વેસ્ટઇંડિઝ વચ્ચે ત્રણ મેચોની વન ડે સીરીઝનો અંતિમ મુકાબલો શનિવાર  (3 ઓક્ટોબર) ના રોજ મુલ્લાંપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રેકિટ સ્ટેડિયમમાં રમાયો. આ મુકાબલામાં વેસ્ટઇંડિઝે શાનદાર પ્રદર્શન કરતા 5 વિકેટે વિજય મેળવ્યો. કપ્તાન શાઇ હોપે ગ્રોઇન ઇન્જરી છતાં અણનમ 162 રન બનાવ્યા, ત્યારબાદ વેસ્ટઇંડિઝે 352 રનનું વિશાળ લક્ષ્ય 10 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યું.

મેચ પછી ભારતીય કપ્તાન શુભમન ગિલે હારના કારણો પર વાત કરતા ફિલ્ડિંગ અને ડેથ ઓવર્સની બોલિંગને લઈને સ્પષ્ટપણે ચિંતા વ્યક્ત કરી. શુભમને સ્વીકાર્યું કે ભારતીય ટીમની ફિલ્ડિંગ તે સ્તરની ન રહી, જેની વર્લ્ડ કપ પહેલા અપેક્ષા રાખવામાં આવે છે. ભારતે મુકાબલામાં લગભગ 6-7 કેચ છોડ્યા. કપ્તાનના મતે આટલી બધી તકો ગુમાવવી કોઈપણ ટીમ માટે ચિંતાનો વિષય છે.

ભારતીય કપ્તાને આગળ જણાવ્યું, ' આપણે આપણી ડેથ બોલિંગ પર કામ કરવું પડશે. જ્યારે આપણે ડેથ ઓવર્સમાં બોલિંગ કરીએ છીએ ત્યારે આપણને એ સ્પષ્ટ નથી હોતું કે આપણે એટેક કરી રહ્યા છીએ કે ડિફેન્ડ.' શુભમને કહ્યું કે જો વિપક્ષી ટીમની પાંચ કે છ વિકેટ પડી ચૂકી હોય, તો પણ ટીમને ફિલ્ડ સેટ કરવામાં અને બોલિંગની રણનીતિ નક્કી કરવામાં મૂંઝવણ રહે છે. ઘણીવાર ડેથ ઓવર્સની રણનીતિ વહેલી શરૂ થઈ જાય છે, જ્યારે તે સમયે મિડલ ઓવર્સ જેવી બોલિંગની જરૂરિયાત હોઈ શકે છે.

ભારતની આ હાર માટે જો કોઇને ક્રેડિટ આપવી હોય તો તે વેસ્ટ ઈન્ડિઝના કપ્તાન શાઈ હોપને આપવી પડે. તેમણે પોતાની ODI કારકિર્દીની 21મી સદી ફટકારી અને પોતાની ટીમને યાદગાર જીત અપાવી. વનડે ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી મોટો સફળ રન ચેઝ રહ્યો. હોપની આ સતત બીજી શતકીય ઇનિંગ હતી. ગુવાહાટી વનડેમાં પણ તેમણે સેન્ચ્યુરી ફટકારી હતી અને ત્રીજી મેચમાં તેનાથી પણ મોટી ઇનિંગ રમીને ભારતની આશા પર પાણી ફેરવી દીધું.

શાઇ હોપે ધોનીનો કર્યો ઉલ્લેખ

મેચ બાદ શાઇ હોપે પોતાની શાનદાર ઇનિંગ્સનું એક રહસ્ય પણ બતાવ્યું. તેમણે ખુલાસો કર્યો કે ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની સાથે થયેલી વાતચીતે તેમના બેટીંગના દ્રષ્ટિકોણનો સુધારવામા મદદ કરી, 'મારી મહાન ખેલાડી એમએસ ધોનીની સાથે સારી વાતચીત થઇ હતી. તેમણે મને કહ્યું હતું કે તમારા પાસે હંમેશા વિચારવા કરતા વધુ સમય હોય છે. એટલે હું પરિણામ પર વધુ ધ્યાન નથી આપતો.'