અમદાવાદઃ સપ્તાહના પ્રથમ સેશનમાં સોમવારે ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી છે. ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં 600થી વધુ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. આ લખાય છે ત્યાં સુધી નિફ્ટી 24,600ની નજીક કારોબારો કરતો જોવા મળ્યો. IT, FMCG, PSU બેંકના સપોર્ટથી બજાર લીલા નિશાન સાથે કારોબાર કરતું જોવા મળ્યું. 2758 શેરોમાં વધારો જોવા મળ્યો તો 849 શેરોમાં ઘટાડો જોવા મળ્યો. મીડિયા શેરો સિવાયના બધા સૂચકાંકો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા.
ગિફ્ટ નિફ્ટી 1 ટકાના વધારા સાથે કારોબાર કરતો જોવા મળ્યો. બીજી તરફ નિક્કેઇ, સ્ટ્રેટ ટાઇમ્સ, કોસ્પી, જકાર્તા, શાંઘાઇ રેડ ઝોનમાં ઉતાર ચઢાવ સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા.
સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ તેના અગાઉના સેશનમાં 78,094.64ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે 3 ઓગસ્ટે સેન્સેક્સ 788.7 પોઇન્ટના વધારા સાથે 78,883.34ની સપાટીએ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી તેના અગાઉના બંધ 24,383.60ની સપાટીએથી 189.1 પોઇન્ટ વધી 24,572.70ની સપાટીએ ખુલ્યો હતો.
નિફ્ટી ટોપ ગેઇનર્સ-લૂઝર્સ
નિફ્ટીમાં વધનારા શેરો પર નજર કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ટરગ્લોબ એવિએશન, આઇટીસી, આઇશર મોટર્સ, ઇન્ફોસિસ, ડિવિસ લેબ, એજિસ લોજિસ્ટિક્સ, બિરલા સોફ્ટ, ચેન્નઇ પેટ્રો, ટીટાગઢ, જીઇ શિપિંગમાં તેજી જોવા મળી. નિફ્ટીમાં ઘટનારા શેરોની વાત કરીએ તો આ લખાય છે ત્યાં સુધી સન ફાર્મા, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, એનટીપીસી, બજાજ ઓટો, મથૂટ ફાઇનાન્સ, ગેઇલ, સ્ટાર હેલ્થમાં લાલ નિશાન સાથે ઘટાડા તરફી કારોબાર જોવા મળી રહ્યો છે.